Gandhinagar: રાજ્યમાં 144 નાયબ કલેક્ટરોની બદલી, મહેસૂલ વિભાગનો મોટો આદેશ

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-1 (Class-1) ના કુલ 144 નાયબ કલેક્ટર કક્ષાના ઉચ્ચ અધિકારીઓની એકસાથે બદલીના આદેશ જારી કર્યા છે.

જુઓ સંપૂર્ણ લિસ્ટ
https://epapercdn.sandesh.com/images/2026/08/16/dlgQczdd8p7DNtAxtuLGmZyet6LmbNjs2EJWVJHQ.pdf

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ

આટલી મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓની એકસાથે બદલીઓ થતાં રાજ્યના વહીવટી તંત્રમાં અને ખાસ કરીને સચિવાલય તેમજ જિલ્લા મથકોએ ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. આ વ્યાપક બદલી પ્રક્રિયામાં રાજ્યના મહેસૂલ અને વિકાસ તંત્રની કરોડરજ્જુ ગણાતા વિવિધ મહત્વના હોદ્દાઓ પર તૈનાત અધિકારીઓનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 144 નાયબ કલેક્ટરોની એકસાથે બદલી

જેમાં પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારીઓ આ સિવાય વિવિધ મહાનગરપાલિકાઓ, કલેક્ટર કચેરીઓ અને વિકાસ યોજનાઓના વડા તરીકે ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાઓ પર હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

ઉચ્ચ અધિકારીઓ નવી જગ્યાઓ પર ખસેડાયા

મહેસૂલ અને વિકાસ શાખાના કિલચ સમી જગ્યાઓ પર નવા અનુભવી અધિકારીઓની નિમણૂકથી સરકારી યોજનાઓનું અમલીકરણ ઝડપી બનશે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.મહેસૂલ વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને બદલી પામેલા તમામ અધિકારીઓને નવી જગ્યાઓનો ચાર્જ સંભાળી અહેવાલ રજૂ કરવા સૂચના આપી દેવાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: મહાનગરપાલિકાએ તોડેલી બિલ્ડિંગ બન્યો નશાનો અડ્ડો, 8 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *