વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના સત્તા અને જાહેર જીવનના સફળ 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવા અને સુશાસનના સંકલ્પ સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે રાજ્યના ચાર મુખ્ય ધાર્મિક યાત્રાધામો ખાતેથી એકસાથે ભવ્ય ‘સેવા યાત્રા બાઇક રેલી’ નો પ્રારંભ થઈ રહ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીના સત્તામાં 25 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી
રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આ યાત્રાઓને ફ્લેગ ઓફ કરાવવામાં આવશે.ઊનાઈથી મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી નરેશ પટેલ યાત્રાને પ્રસ્થાન કરાવશે. સોમનાથથી મંત્રી પ્રદ્યુમન રાજા અને મંત્રી કૌશિક વેકરીયાની નિશ્રામાં યાત્રાનો પ્રારંભ થશે.પાવાગઢથી મંત્રી કમલેશ પટેલ બાઇક રેલીને લીલી ઝંડી આપશે. શામળાજીથી નેતા પ્રવીણ માળી અને પી. સી. બરંડા શામળાજીથી આ સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવશે.
રાજ્યના પવિત્ર યાત્રાધામોથી ‘સેવા યાત્રા બાઇક રેલી’
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી નીકળેલી આ ચારેય બાઇક રેલીઓ વિવિધ જિલ્લાઓમાં ભ્રમણ કરીને 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ખાતે એકત્રિત થશે.ચારેય યાત્રાઓના વડનગર ખાતેના મહાસંગમ બાદ, 17 સપ્ટેમ્બરે સેવા યાત્રાના બીજા અને અતિ મહત્વના તબક્કાનો શુભારંભ થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહીને વડનગર ખાતેથી ‘વડનગર થી વારાણસી યાત્રા’ ને ફ્લેગ ઓફ કરાવશે.
16 સપ્ટેમ્બરે ચારેય યાત્રાઓ પહોંચશે વડનગર
આ યાત્રા પીએમ મોદીના જન્મસ્થળ વડનગરને તેમના સંસદીય ક્ષેત્ર અને કર્મભૂમિ વારાણસી (કાશી) સાથે જોડશે. યાત્રા દરમિયાન રસ્તામાં આવતા વિવિધ રાજ્યો અને શહેરોમાં પીએમ મોદીના 25 વર્ષના સેવા, સુશાસન અને વિકાસ કાર્યોનો સંદેશો જન-જન સુધી પહોંચાડવામાં આવશે.
