Gandhinagar : વોર્ડ-7માં કોંગ્રેસના પોસ્ટરો ફાડવા મુદ્દે રેન્જ આઈજીને ફરિયાદ કરાઈ

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પુર્વે પોસ્ટરયુધ્ધ શરૂ થયુ હોય તેમ વોર્ડ.-7માં કોંગ્રેસના ઉમેદવારોના પોસ્ટરો કોઇ શખસે ફાડી નાખતા કોંગ્રેસે આ મામલે રેન્જ આઇજી સમક્ષ રજુઆત કરી છે. કોંગ્રેસે આ પોસ્ટરો ફાડવા પાછળ ભાજપને જવાબદાર ગણાવ્યુ છે, તો ભાજપે આ કોંગ્રેસનો ચૂંટણી સ્ટંટ હોવાનો આરોપ લગાવ્યો છે.વોર્ડ-7માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઇટ છે. કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી પ્રચાર માટે ઠેરઠેર પોસ્ટરો લગાવ્યા છે. જોકે, ગઇકાલે રાત્રે કોઇ શખસોએ કોંગ્રેસના પોસ્ટરો ફાડી નાખતા મામલો ગરમાયો છે. ખાસ કરીને કોલવડા વિસ્તારમાં લગાવેલા પોસ્ટરો ફાડવામાં આવ્યા છે. પોસ્ટરોમાંથી કોંગ્રેસના ઉમેદાવરોના ફોટા ફાડી નાખવામાં આવ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં સમગ્ર પોસ્ટરોને જ હટાવી લેવામાં આવ્યા છે. સવારે આ મામલે કોંગ્રેસને જાણ થતા આગેવાનો દોડી આવ્યા હતા. આ મામલે કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારો સાથે આગેવાનોએ રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવને રૂબરૂ મળી રજુઆત કરી હતી અને પોસ્ટર ફાડનાર તત્વો સામે કાયદાકીય પગલા લેવાની માંગ કરી હતી

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *