ગાંધીનગરના ચર્ચાસ્પદ ખોરજ જમીન વિવાદમાં એકદમ નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. અગાઉ અપહરણ અને અન્ય મામલે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવનાર મહિલા ફરિયાદી કાજલ ઠાકોરે હવે પોલીસ પર જ ગંભીર આક્ષેપો કર્યા છે. આ રૂ. 150 કરોડની કિંમતી જમીન વિવાદમાં ખુદ પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવી જતાં ચકચાર મચી ગઈ છે.
‘પોલીસે જાતે ફરિયાદ તૈયાર કરી સહી કરાવી’ – કાજલ ઠાકોર
મીડિયા સમક્ષ નિવેદન આપતા કાજલ ઠાકોરે દાવો કર્યો છે કે, તેમણે પોતાની મરજીથી કોઈ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ પોલીસે દબાણ કરીને જાતે જ ફરિયાદ તૈયાર કરી હતી અને તેમની સહી કરાવી લીધી હતી. પોલીસના ડર અને દબાણ હેઠળ જ જગદીશ ઠાકોર સામે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તેમજ પોલીસ અને દલાલો દ્વારા વારંવાર ફોન કરીને કડીના લોકોને જમીન આપી દેવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
<a href="
=” target=”_blank”>
=
રેન્જ IG વિરેન્દ્ર યાદવ અને અડાલજ PI સામે ગંભીર આરોપો
આ વિવાદમાં ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્ર યાદવ સામે સીધા અને ગંભીર આરોપો લાગ્યા છે. કાજલ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, રેન્જ IG વિરેન્દ્ર યાદવ દ્વારા જમીનના 10% હિસ્સાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) પર પણ પૈસા લીધા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસના આ ત્રાસ અને ડરના કારણે જ તેમનો પરિવાર અને પતિ છેલ્લા બે મહિનાથી ઘર બહાર રહેવા મજબૂર બન્યા છે.
<a href="
=” target=”_blank”>
=
તપાસ સામે ઊભા થયા અનેક સવાલો
એક તરફ કરોડો રૂપિયાની જમીનનો વિવાદ અને બીજી તરફ ખુદ પોલીસ અધિકારીઓ પર જ ઉત્કોચ તેમજ દબાણના ગંભીર આક્ષેપો થવાથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદી મહિલાના આ યુ-ટર્ન અને સનસનીખેજ ખુલાસાઓ બાદ હવે આ સમગ્ર અપહરણ અને જમીન કેસની તપાસ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: 25 October Top News: PM મોદી અને CMના વિવિધ કાર્યક્રમો, 25 ઓક્ટોબરના રોજ આ ઘટનાઓ પર રહેશે સૌની નજર!
