Gandhinagar News: ગુજરાતમાં નવા 10 લાખ શ્રમિકોને ESIC યોજનામાં આવરી લેવાશે, મળશે આધુનિક સેવાઓનો લાભ

📅 Published: September 29, 2026 | 📂 Category: gujarati-news

રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.રાજ્યમાં ESIC યોજનાનું વ્યાપક વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ યોજનાનું વિસ્તૃતિકરણ આગામી 1 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં અમલી બનશે. આ નિર્ણયથી શ્રમિકો અને તેમના પરિવારજનોને ગુણવત્તાયુક્ત અને અત્યાધુનિક આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે.રાજ્યના 16 અમલીકૃત અને 15 બિનઅમલીકૃત જિલ્લાઓમાં આ યોજના અમલમાં મૂકવામાં આવશે. 

કુલ આંકડો 32 લાખ શ્રમિકો સુધી પહોંચશે

રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં 21,68,270 નોંધાયેલા કામદારો છે.પરંતુ આ વિસ્તરણ બાદ રાજ્યના નવા 8થી10 લાખ શ્રમિકોને આ યોજનામાં આવરી લેવામાં આવશે.નવા શ્રમિકો ઉમેરાતા કુલ આંકડો 32 લાખ શ્રમિકો સુધી પહોંચશે.શ્રમિકોની સંખ્યામાં થનારા આ મોટા વધારાને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાં આરોગ્યની નવી સુવિધાઓ અને માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા માટે હાલમાં કાર્યરત 103 ESIC ડિસ્પેન્સરીઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવશે.અમદાવાદ નજીકના ઔદ્યોગિક ધમધમતા વિસ્તાર સાણંદ ખાતે નવી 350 બેડની આધુનિક ESIC હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. 

કામગીરી હાલ ઝડપથી ચાલી રહી છે

મંત્રીએ વધુમાં કહ્યં હતું કે, કલોલ, ગાંધીનગર, હાલોલ, સાવલી અને પંચમહાલ ખાતે પણ નવી હોસ્પિટલોના નિર્માણ માટેની કામગીરી હાલ ઝડપથી ચાલી રહી છે.રાજ્યમાં આરોગ્ય વિષયક શિક્ષણ અને તબીબી સુવિધા વધારવા માટે સુરત ખાતે નવી ESIC મેડિકલ કોલેજ શરૂ કરાશે.મહેસાણા અને મોરબી ખાતે પણ નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે ભારત સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે.છેલ્લા બે મહિનામાં જ 68 જેટલી નામાંકિત ખાનગી હોસ્પિટલોને એમ્પેનલ કરવામાં આવી છે.જ્યારે ‘PMJAY’હેઠળ એમ્પેનલ થયેલી હોસ્પિટલોમાં પણ શ્રમિકોને તબીબી લાભ મળશે.સૌરાષ્ટ્ર વિસ્તારના કામદારોના વહીવટી પ્રશ્નો અને સુવિધા માટે રાજકોટ ખાતે નવી રિજિયોનલ ઓફિસ ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: ચોમાસાની વિદાય ટાણે જ વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં થશે મેઘ મહેર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *