Gandhinagar News : ડેટા આધારિત સેવાઓ બનશે વધુ ઝડપી અને સરળ, ગુજરાતમાં AI ક્રાંતિ માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય

📅 Published: September 24, 2026 | 📂 Category: Business

ડિજિટલ ક્રાંતિ અને ટેકનોલોજીના યુગમાં ગુજરાત રાજ્યને આગેકૂચ કરાવવા માટે રાજ્ય સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને લઈને એક અત્યંત મહત્વનો અને દૂરંદેશી નિર્ણય લીધો છે. રાજ્યમાં AI મોડલ્સ અને ટેકનોલોજીના ઝડપી વિકાસ માટે ‘GPUaaS’ (GPU એઝ અ સર્વિસ) ફ્રેમવર્ક અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ અને તેની પ્રક્રિયાનું સંચાલન ‘ગુજરાત ઇન્ફર્મેટિક્સ લિમિટેડ’ (GIL) દ્વારા હાથ ધરવામાં આવશે, જેથી રાજ્યમાં કમ્પ્યુટિંગ પાવરની જરૂરિયાતોને યોગ્ય રીતે પૂરી કરી શકાય.

સરકારી તંત્રને 100% સબસિડી અને AI સ્ટાર્ટઅપ્સને વિશેષ લાભ

રાજ્ય સરકારની આ નવી નીતિ હેઠળ સરકારી વિભાગો અને તંત્રને 100% સબસિડી આપવામાં આવશે, જેથી તમામ સરકારી સેવાઓમાં AI નો મહત્તમ અને અસરકારક ઉપયોગ થઈ શકે. આ ઉપરાંત, ટેકનોલોજી અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે પસંદગીના AI સ્ટાર્ટઅપ્સને પણ આ સબસિડીનો વિશેષ લાભ આપવામાં આવશે. મોંઘા GPU ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જગ્યાએ સબસિડીવાળી સુવિધા મળવાથી નવા સ્ટાર્ટઅપ્સ માટે કમ્પ્યુટિંગ ખર્ચ ઘણો ઘટી જશે, જેનાથી રાજ્યમાં નવોદિત AI કંપનીઓને મોટો સપોર્ટ મળશે.

હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ અને ડેટા આધારિત સેવાઓમાં મળશે સુગમતા

GPUaaS ફ્રેમવર્ક લાગુ થવાથી રાજ્યમાં ‘હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ’ (HPC) ની સુવિધાઓ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ બનશે. આ સુવિધાના પરિણામે વિવિધ સરકારી વિભાગોમાં મોટા પ્રમાણમાં પ્રોસેસ થતા ડેટા અને ડેટા આધારિત સેવાઓમાં સુગમતા અને ઝડપ આવશે. નાગરિક લક્ષી સેવાઓ, ગવર્નન્સ અને પોલિસી મેકિંગમાં ડેટા એનાલિટિક્સ અને AI નો ઝડપી ઉપયોગ કરીને વહીવટને વધુ પારદર્શક અને ઝડપી બનાવી શકાશે.

આ પણ વાંચો : Gandhinagar News : તમે આવેદનો અને રજૂઆતો વાંચો છો ખરા? કેબિનેટ બેઠકમાં CMએ સેક્રેટરીઓને ઝાટક્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *