Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.નવેમ્બરમાં સ્પેશિયલ સમરી રિવિઝન શરૂ થશે.તેને સમાંતર જ ડિસેમ્બર 2026માં રાજ્ય ચૂંટણી આયોગ 10000 ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ કરી રહ્યું છે.આથી,આ વર્ષે માત્ર શિક્ષકો-બૂથ લેવલ ઓફિસરો જ નહીં,તલાટીઓથી શરૂ કરીને છેક નાયબ મામલતદારો અને મામલતદારોનું પણ દિવાળી વેકેશન બગાડશે તે નક્કી છે.વિધાનસભા 2027ની ચૂંટણી પહેલાં સાંપ્રતકાળે વીજળી-પાણી કાપ અને ગ્રામીણ ક્ષેત્રે ગુજરાતમાં વ્યાપક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. 

એક વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે

આ પરિસ્થિતિ વચ્ચે સવા મહિના પછી ડિસેમ્બર 2026માં વિશાળ ફલક ઉપર ચૂંટણીઓ યોજાનાર છે.રાજકીય પક્ષોના ચિહ્ન વગર યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી એ ગ્રાઉન્ડ ઉપર 182 ધારાસભ્યોની પહોંચ,કાર્યકરોની અને રાજકીય પક્ષોના મૂલ્યાંકન માપવા માટે લિટમસ ટેસ્ટ બની રહે છે.ડિસેમ્બર 2026માં ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી એક વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે.આથી, તમામ રાજકીય પક્ષોમાં અત્યારથી ઊલટી ગણતરી શરૂ થઈ છે.

મતદાન મથકોની કામગીરી જાહેર થઈ ચૂકી છે

આમ,રાજકીય પક્ષો, ગ્રામીણ ક્ષેત્રમાં સાવ માઈક્રો લેવલે કાર્યરત આગેવાનોથી લઈને નવેમ્બર આરંભે દિવાળીથી માંડીને ડિસેમ્બરમાં નાતાલ સુધી ચૂંટણીઓનું સંચાલન કરનાર શિક્ષકો, તલાટીઓ, નાયબ મામલતદારો અને મામલતદારો સહિતના સ્ટાફ પર કામગીરીનું ભારણ વધશે.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાર યાદી તેમજ મતદાન મથકોની કામગીરી જાહેર થઈ ચૂકી છે. બાદમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા બીજી નવેમ્બરથી SSR માટે બૂથ ઉપર BLOને એક્ટિવ રહેવા કહેવાયું છે.આઠમી નવેમ્બર, રવિવારના દિવસે આ કામગીરીમાંથી ECI મુક્તિ આપશે એવું જાણવા મળ્યું છે.

રાજકીય ‘ચિહ્ન’ વગરની ચૂંટણી કેમ મહત્વની?

ડિસેમ્બર 2021માં અર્થાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં 10.879 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 10879 સરપંચ અને 89702 વોર્ડના સભ્યો માટે અંદાજે 27000 વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા.પંચાયતી રાજમાં ગ્રામ સ્વરાજ્ય એ બુનિયાદી લોકતાંત્રિક વ્યવસ્થા છે.ત્યાં રાજકીય પક્ષોના ચિહ્ન, ઓળખ કે વિચારધારા પ્રતિબંધિત છે.પક્ષના ચિહ્ન વગર યોજાતી આ ચૂંટણી પછી વિધાનસભાની ચૂંટણી યોજાતી હોવાથી દરેક રાજકીય પક્ષ, ધારાસભ્ય કે પછી ચૂંટણી લડવા ઇચ્છતા આગેવાનો માટે નવા સૈન્યને સાબદું કરવાનો આ ઉત્તમ અવસર હોય છે.ગ્રામ પંચાયતોની આ ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.

આ પણ વાંચોઃ France : હિંસા વચ્ચે ભારતીયોને સાવચેત રહેવાની દૂતાવાસની સલાહ, મેક્રોને રમખાણોમાં એઆઈના દુરુપયોગનો દાવો કર્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *