Gandhinagr: રાંદેસણમાં દેશની સૌથી મોટી લાયબ્રેરી બનશે, રૂ. 100 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતની રાજધાની ગાંધીનગર હવે શિક્ષણ અને જ્ઞાનનું પણ મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગાંધીનગરના વિકસતા રાંદેસણ વિસ્તારમાં દેશની સૌથી મોટી ‘નમો સેન્ટ્રલ લાયબ્રેરી’નું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ (TP) કમિટીની મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રાંદેસણ ખાતે રિવરફ્રન્ટ નજીક ટીપી-૨૨ માં કમર્શિયલ પ્લોટ અનામત રાખીને લાયબ્રેરી માટે 30,000 ચોરસ મીટરની વિશાળ જમીન સરકારને ફાળવી દેવામાં આવી છે.

 દેશની સૌથી મોટી ‘નમો સેન્ટ્રલ લાયબ્રેરી’નું નિર્માણ

અંદાજે રૂ. 100 કરોડના માતબર ખર્ચે તૈયાર થનારી આ ભવ્ય લાયબ્રેરી રાજ્યના શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.આ નમો સેન્ટ્રલ લાયબ્રેરીને માત્ર પરંપરાગત પુસ્તકાલય નહીં પરંતુ એક આધુનિક નોલેજ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે. જેમાં દેશ-વિદેશના તમામ ક્ષેત્રોના લાખો પુસ્તકો ઉપરાંત હાઇ-સ્પીડ ડિજિટલ લાયબ્રેરી, ઇ-બુક્સ, ઓનલાઇન જર્નલ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ રીડિંગ ઝોન અને સંશોધકો માટે સ્પેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિશ્વકક્ષાનું પ્લેટફોર્મ ઘરઆંગણે

રાજધાનીમાં આટલી વિશાળ અને અદ્યતન લાયબ્રેરી બનવાથી ગાંધીનગર, અમદાવાદ અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ, સંશોધકો તથા પુસ્તકપ્રેમીઓને અભ્યાસ અને સંશોધન માટેનું વિશ્વકક્ષાનું પ્લેટફોર્મ ઘરઆંગણે જ મળી રહેશે.

આ પણ વાંચો:Amreli: લાઠી-દામનગરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, 4 નરાધમો સામે POCSO હેઠળ ગુનો નોંધાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *