હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. જ્યોતિષોના જણાવ્યાનુસાર શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આરોગ્ય, ઐશ્વર્ય અને અભિવૃદ્ધિની પૂર્તિ થાય છે. પિતૃઓને તૃપ્ત કરીને તેમના આત્માની શાંતિ અને સદગતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારે હિંદુઓમાં તો ખરા જ પરંતુ વિદેશીઓ પણ પિતૃપક્ષ દરમિયાન પિંડદાન અને પિતૃ તર્પણ માટે ખાસ બિહારના ગયાજી આવી પહોંચ્યા છે. જેનો એક વીડિયો આજે સામે આવ્યો છે.
પિંડદાન કરવા વિદેશીઓ પહોંચ્યા ગયા
બિહારના ગયામાં પિતૃપક્ષના મેળા દરમિયાન વિદેશી શ્રદ્ધાળુઓ તેમના પિતૃઓની મુક્તિની કામના સાથે અહીં પહોંચ્યા છે. રશિયા, યુક્રેન, ઇટાલી અને જર્મની જેવા વિવિધ દેશોના યાત્રાળુઓએ ફલ્ગુ નદીના કિનારે આવેલા દેવઘાટ ખાતે સનાતન પરંપરા મુજબ ‘પિંડદાન’ અને ‘તર્પણ’ની વિધિઓ કરી હતી.યુક્રેનથી આવેલા એલિસ જાન્દ્રાએ જણાવ્યું હતું કે તેઓ સનાતન ધર્મથી પ્રભાવિત છે અને તેમના પિતૃઓની મુક્તિ માટે પ્રાર્થના કરવા ગયા આવ્યા છે. એલિસના જણાવ્યા અનુસાર ગયામાં તેમના પિતૃઓ માટે આ વિધિ કરવી એ એક વિશેષ અનુભવ છે.
બિહારના ગયામાં ફલ્ગુ નદીના કિનારે આવેલા દેવઘાટ પર હાલમાં એક મનમોહક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અહીં માત્ર દેશના વિવિધ ભાગોમાંથી આવેલા લોકો જ તેમના પિતૃઓ માટે પિંડદાન નથી કરી રહ્યા. પરંતુ રશિયા, યુક્રેન, ઇટાલી અને જર્મની જેવા દેશોના વિદેશી શ્રદ્ધાળુઓ પણ સનાતન પરંપરા મુજબ આ વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે.
દેવઘાટ પર વિદેશી શ્રદ્ધાળુઓએ કર્યુ પિતૃ તર્પણ
દેવઘાટ પર વિદેશી શ્રદ્ધાળુઓને પિંડદાન કરતા જોઈને ત્યાં ઉપસ્થિત લોકો આકર્ષાયા હતા. વિવિધ દેશો અને સંસ્કૃતિઓમાંથી આવેલા આ લોકોએ સ્થાનિક પુરોહિતોની મદદથી વિધિઓ પૂર્ણ કરી. યુક્રેનની એલિસ જાન્દ્રાએ જણાવ્યું કે તેઓ સનાતન ધર્મથી પ્રભાવિત છે અને તેમના પિતૃઓની મુક્તિ માટે ગયા આવ્યા છે. તેમની સાથે અન્ય દેશોના શ્રદ્ધાળુઓ પણ હતા, જેઓ તેમના પૂર્વજો માટે પિંડદાન કરી રહ્યા હતા.
પિંડદાન અને પિતૃ તર્પણ માટે ગયાને એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન, દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો તેમના પિતૃઓ માટે આ વિધિઓ કરવા અહીં આવે છે. આ વખતે યાત્રાળુઓમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. રશિયા, યુક્રેન, ઇટાલી અને જર્મનીના મુલાકાતીઓએ ફલ્ગુ નદીના કિનારે આવેલા દેવઘાટ ખાતે ‘પિંડદાન’ વિધિ કરી હતી.
ઘણા વિદેશીઓ સનાતન તરફ આકર્ષાયા છે- લોકનાથ ગૌરે
આ વિદેશી યાત્રાળુઓ માટે પિંડદાનની વિધિ કરાવનાર પુરોહિત લોકનાથ ગૌરે જણાવ્યું હતું કે અહીં વિવિધ દેશોમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, આમાંના કેટલાક લોકો સનાતન ધર્મ તરફ આકર્ષાયા છે અને તેની પરંપરાઓને સમજવા ઈચ્છે છે. પુરોહિતે કહ્યું કે આ યાત્રાળુઓએ એવી શ્રદ્ધા સાથે પિંડદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેનાથી તેમના પૂર્વજોના આત્માને મુક્તિ અને શાંતિ મળશે. ત્યારબાદ તેમને સનાતન પરંપરાઓ અનુસાર પિંડદાન અને તર્પણની વિધિઓ કરાવવામાં આવી હતી.
દેવઘાટ ખાતે સુરક્ષા વ્યવસ્થા
વિદેશી યાત્રાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે દેવઘાટ ખાતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પિતૃપક્ષના મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગયાની મુલાકાત લે છે; તેથી, વહીવટીતંત્રે ઘાટ અને મુખ્ય ધાર્મિક સ્થળોએ જરૂરી વ્યવસ્થાઓ કરી છે. દેવઘાટ ખાતે રશિયા, યુક્રેન, ઇટાલી અને જર્મનીના લોકો તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયા હતા અને ફલ્ગુ નદીના કિનારે સમાન ધાર્મિક વિધિઓ કરી હતી.
ગયાના દેવઘાટનું દ્રશ્ય વિશેષરૂપે નોંધપાત્ર હતું કારણ કે વિવિધ દેશોના લોકો એક સમાન ધાર્મિક પરંપરામાં ભાગ લેવા માટે એકઠા થયા હતા. સ્થાનિક પુરોહિતોના માર્ગદર્શન હેઠળ, વિદેશી યાત્રાળુઓએ પિંડદાન અને તર્પણની વિધિ કરી હતી. વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ હવે પિતૃપક્ષ દરમિયાન ગયા-જીમાં યોજાતી ધાર્મિક વિધિઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. તેમના માટે, પૂર્વજોના આત્માની શાંતિ અને મુક્તિના ઉદ્દેશ્ય સાથે પિંડદાન કરવું એ તેમની યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ હતો.
આ પણ વાંચો:Delhi: ભારતીય પાયલટે 9/11 થતા બચાવી લીધા, કેપ્ટન પર દુનિયાને ગર્વ.. બોલ્યા પીએમ મોદી
