સમગ્ર વિશ્વ જ્યારે આર્થિક મંદી અને મોંઘવારીના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતીય અર્થતંત્રે પોતાના મજબૂત પ્રદર્શનથી વિશ્વભરના અર્થશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કર્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ તેના તાજેતરના અહેવાલમાં ભારતનો વિકાસ દર ઝડપથી વધવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં, ભારતની આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત દેખાઈ રહી છે. આ અંગેના મુખ્ય અપડેટ્સ નીચે મુજબ છે:
IMF એ ભારતનો જીડીપી ગ્રોથ રેટ વધાર્યો
IMF ના “વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક” રિપોર્ટ અનુસાર, વર્ષ 2026 માટે ભારતનો GDP વૃદ્ધિ દરનો અંદાજ 64 ટકાથી વધારીને direct 7 ટકા કરવામાં આવ્યો છે. જુલાઈના અંદાજની સરખામણીએ તેમાં 0.6 ટકાનો સીધો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, વર્ષ 2027માં પણ ભારતનો વિકાસ દર 7 ટકાના સ્તરે જળવાઈ રહેવાની ધારણા છે. દેશમાં માલસામાનની મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રના (Service Sector) બહેતર પ્રદર્શનના કારણે આ સિદ્ધિ શક્ય બની છે.
ચીન પાછળ છૂટ્યું, ભારત વિશ્વમાં ચમક્યું
જ્યાં એક તરફ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન હાલમાં ભારે આર્થિક સુસ્તનો સામનો કરી રહી છે, ત્યાં બીજી તરફ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. IMF મુજબ, 2026માં ચીનનો વિકાસ દર ઘટીને 4.5 ટકા અને 2027 માં 4 ટકા રહેવાનો અંદાજ છે. વૈશ્વિક સ્તરે પણ વિકાસ દર ૩.૧ ટકાની આસપાસ જ મર્યાદિત રહેવાની શક્યતા છે. જોકે, ભારતની મોટી યુવા વસ્તી, વિશાળ ડિમાન્ડ અને સતત થઈ રહેલા આર્થિક સુધારાઓને કારણે દેશની વૃદ્ધિ સતત ટકાઉ બની રહી છે.
વિશ્વ બેંકનો ભારતની તાકાત પર વિશ્વાસ
કેવળ IMF જ નહીં, પરંતુ વર્લ્ડ બેંક (World Bank) અને OECD જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ ભારતની આર્થિક ક્ષમતા પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ, ભારતનો મજબૂત સ્થાનિક વપરાશ (Domestic Consumption) તેની સૌથી મોટી તાકાત છે. વિશ્વભરમાં ઊર્જા સંકટ છતાં ભારતની આર્થિક સ્થિતિ લાંબા ગાળા માટે સુરક્ષિત અને સ્થિર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભવિષ્યના આર્થિક જોખમોથી સાવધ રહેવું જરૂરી
આર્થિક ચિત્ર અત્યંત આશાસ્પદ હોવા છતાં, કેટલાક વૈશ્વિક અને સ્થાનિક જોખમો હજુ પણ યથાવત છે. વિશ્વ બેંકે અલ નીનોની અસરને કારણે કૃષિ ક્ષેત્ર પર પડી શકતી વિપરીત અસર અંગે ચેતવણી આપી છે. આ ઉપરાંત, ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરતું હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના વધતા ભાવ ફુગાવા પર દબાણ લાવી શકે છે. તેથી, આ આર્થિક ગતિ જાળવી રાખવા માટે આગામી પડકારો સામે યોગ્ય તૈયારીઓ કરવી જરૂરી રહેશે.
આ પણ વાંચો : India : રૂપિયાની 6 મહિનાની સૌથી મોટી છલાંગ, એક જ દિવસમાં રૂપિયાની સ્થિતિમાં મોટો સુધારો
