નસવાડી : નસવાડી તાલુકાની શ્રીમતી એસ.બી. સોલંકી વિદ્યામંદિરની અં-14 હેન્ડબોલ ટીમે રમતગમત ક્ષેત્રે નસવાડીનું નામ રાજ્યસ્તરે રોશન કરવા તરફ્ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ્ ઇન્ડિયા (SGFI) અંતર્ગત યોજાનારી રાજ્ય કક્ષાની અંડર-14 હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા શાળાની ટીમ ગીર સોમનાથ જવા રવાના થઈ હતી. નોંધનીય છે કે, સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહન અને સમાન તક મળે તેવા હેતુથી ચુનાખાન ગામની બે દીકરી, સોડત ગામની બે દીકરી તથા નસવાડીની ત્રણ દીકરીનો ટીમમાં સમાવેશ કરાયો છે. આમ, અલગ-અલગ ગામોની દીકરીઓએકસાથે મેદાનમાં ઉતરી પોતાની પ્રતિભા સાબિત કરશે. આ માત્ર રમતગમતની સ્પર્ધા નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારની દીકરીઓને આગળ વધવાની તક આપતું પ્રેરણાદાયી પગલું પણ છે. હેન્ડબોલના કોચ વિજયભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ સખત મહેનત અને નિયમિત અભ્યાસ દ્વારા સ્પર્ધા માટે તૈયારી કરી છે. કોચ દ્વારા ખેલાડીઓને રમતની બારીકીઓ સાથે ટીમવર્ક, શિસ્ત, આત્મવિશ્વાસ અને ખેલદિલીનું મહત્ત્વ સમજાવાયું છે.
Gir Somnath: હેન્ડબોલ સ્પર્ધા માટે નસવાડીની ટીમ રવાના
📅 Published: November 1, 2026 |
📂 Category: gujarati-news
