Godhra : અડાદરા વણિક પંચ દ્વારા 29મો યુવક મહોત્સવ યોજાયો

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

ગોધરા : વેજલપુર એકડા વીશા ખડાયતા વિકાસ મંડળના અડાદરા વણિક પંચ દ્વારા 29મા યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવક મહોત્સવમાં વેજલપુર એકડાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુવક મહોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આકર્ષક વેશભૂષા, પરંપરાગત ગરબા, નાટક, ડાન્સ સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. યુવક-યુવતીઓએ પોતાની કલાત્મક પ્રતિભા અને સાંસ્કૃતિક કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા પ્રતિભાશાળી સ્પર્ધકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *