ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી તથા જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક સ્તરે એક વિશેષ પ્રતિમા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં મહાપુરુષો અને સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાઓ તથા તેના આસપાસના પરિસરની સઘન સાફ્-સફાઈ કરવામાં આવી હતી. ગોધરા ખાતે સર્કિટ હાઉસ સામે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, સરદાર નગર ખંડ સ્થિત સરદાર પટેલ સ્ટેચ્યુ, એ.પી. ઓફ્સિ સામે ગાંધીજીની પ્રતિમા તેમજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (વિંઝોલ) ખાતે ગોવિંદ ગુરુની પ્રતિમાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મામલતદાર કચેરી, ડેરોલ સ્ટેશન ચોકડી, દેલોલ, ઘોઘંબાના બિરસા મુંડા સર્કલ, રણજીતનગર, વડેખ પ્રાથમિક શાળા, જાંબુઘોડાના દાંડિયાપુરામાં સંત રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા , શહેરા તાલુકાની અણીયાદ ચોકડી, સિવિલ હોસ્પિટલ, સિંધ ચોકડી, નાડા બાયપાસ, સિંધી ચોકડી અને મોરવા હડફ્ તાલુકાની રજાયતા પ્રાથમિક શાળા તથા સુલિયાત ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રતિમાઓ અને પરિસરોમાં પણ ઉત્સાહભેર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નિર્ધારિત શૃંખલાબદ્ધ કાર્યક્રમો પૈકી જનપ્રતિનિધિઓ, અધિકારીઓ દ્વારા સાધુસંતોના નિવાસસ્થાને જઈને તેમનું સન્માન પણ કર્યું હતું.
Godhra : સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાઓ આસપાસ સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ
📅 Published: November 14, 2026 |
📂 Category: gujarati-news
