દેશમાં સોનાના ભાવમાં ચાલી રહેલો ઘટાડો હવે અટકી ગયો છે. ૨૦ ઓક્ટોબરે વિજયાદશમીના પવિત્ર તહેવાર પર દેશના વિવિધ શહેરોમાં ૨૪ અને ૨૨ કેરેટ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. દિલ્હીના બુલિયન બજારમાં એક દિવસ પહેલા જ ૯૯.૯ ટકા શુદ્ધ સોનાના ભાવમાં રૂ. ૪૦૦ નો ઉછાળો આવ્યો હતો. તહેવારોની મોસમમાં વધતી માંગ અને વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોના કારણે સોનાને મજબૂત ટેકો મળ્યો છે. નિષ્ણાતોના મતે, દિવાળી નજીક આવતા છૂટક માંગમાં હજુ વધુ સુધારો જોવા મળી શકે છે.
આંતરરાષ્ટ્રીય બજાર અને યુએસ ફેડરલ રિઝર્વની બેઠક
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ $૪,૧૨૬.૮૪ પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક રોકાણકારોની નજર આગામી ૨૭-૨૮ ઓક્ટોબરના રોજ યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ બેઠક પર ટકેલી છે. નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને ૩.૭૫% થી ૪.૦૦% ની રેન્જમાં પહોંચાડ્યા હતા.
દેશના મુખ્ય 4 શહેરોમાં સોનાના ભાવ (પ્રતિ ૧૦ ગ્રામ)
દિલ્હી: ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૧૪૮,૨૦૦ અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹૧૩૫,૮૬૦ છે.
મુંબઈ અને કોલકાતા: ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૧૪૮,૦૫૦ અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹૧૩૫,૭૧૦ છે.
ચેન્નાઈ: ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૧૪૮,૦૫૦ અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹૧૩૫,૭૧૦ છે.
પુણે અને બેંગલુરુ: ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૧૪૮,૦૫૦ અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹૧૩૫,૭૧૦ છે.
જાણો દેશના મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ કેટલો
| શહેર | આજે 22 કેરેટ સોનાનો ભાવ | આજે 24 કેરેટ સોનાનો ભાવ |
| દિલ્હી | 135860 | 148200 |
| અમદાવાદ | 135760 | 148100 |
| ચેન્નાઈ | 135710 | 148050 |
| હૈદરાબાદ | ૧૩૫૭૧૦ | 148050 |
| જયપુર | 135860 | 148200 |
| ભોપાલ | 1358760 | 148100 |
| લખનૌ | 135860 | 14,8200 |
| ચંદીગઢ | 135860 | 14,8200 |
| મુંબઈ | 135710 | 148050 |
ચાંદીના ભાવમાં નરમ વલણ
સોનામાં તેજી વચ્ચે કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૦ ઓક્ટોબરની સવારે ચાંદી ₹૨૨૯,૯૦૦ પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીનો ભાવ $૫૬.૬૯ પ્રતિ ઔંસ નોંધાયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં સ્થાનિક બજારમાં ચાંદી ₹૪ લાખ પ્રતિ કિલોગ્રામની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી.
આ પણ વાંચો : Gold Price Today : એક જ અઠવાડિયામાં સોનું-ચાંદી સસ્તું થયું, જાણી લો આજનો લેટેસ્ટ રેટ
