Gold-Silver Crash : દિવાળી ટાણે ખરીદદારોની બલ્લે-બલ્લે! સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ રેટ

📅 Published: October 25, 2026 | 📂 Category: Business

તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) થી લઈને સ્થાનિક બજાર સુધી કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. વિતેલા સપ્તાહના માત્ર ચાર દિવસના કારોબારમાં જ ચાંદીનો પરપોટો ફૂટી ગયો અને સ્થાનિક બજારમાં એક જ ઝાટકે તે 16,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ. બીજી તરફ, MCX પર હવે ચાંદી પોતાના હાઈ લેવલથી લગભગ 2.24 લાખ રૂપિયા સસ્તી મળી રહી છે, જ્યારે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

દિલ્હીના બજારમાં ચાંદી ગગડી

સૌપ્રથમ દિલ્હી સહિત દેશભરના બજારોમાં ચાંદીના ભાવમાં આવેલા ફેરફારની વાત કરીએ તો, દિવાળી અને ધનતેરસ પહેલાં જ તેમાં મોટો કડાકો આવ્યો છે અને તેનો ભાવ હવે 2 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની પણ નીચે આવી ગયો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સ્થાનિક બજારમાં 16 ઓક્ટોબરના રોજ ચાંદીનો ભાવ 2,10,918 રૂપિયા પર બંધ થયો હતો, જે આ શુક્રવારે ઘટીને 1,94,415 રૂપિયા પર આવી ગયો છે. એટલે કે ચાંદી પ્રતિ કિલોએ 16,503 રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે.

MCX પર પણ ચાંદીમાં કડાકો

માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ વાયદા બજારમાં પણ ચાંદીના ભાવ તૂટ્યા છે. 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી 1 કિલો ચાંદી 16 ઓક્ટોબરના રોજ MCX પર 2,11,187 રૂપિયા પર હતી, તે આ શુક્રવારે ઘટીને 1,96,100 રૂપિયા રહી ગઈ હતી. આ હિસાબે ચાંદી ચાર દિવસમાં વાયદા બજારમાં 15,087 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ

શહેર 24 કેરેટ સોનાની કિંમત 22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી 1,42,730 1,30,850
મુંબઈ 1,42,580 1,30,700
કોલકાતા 1,42,580 1,30,700
ચેન્નઈ 1,42,580 1,30,700
અમદાવાદ 1,42,630 1,30,750
રાજકોટ 1,42,630 1,30,750

ચાંદીના ભાવમાં આ સપ્તાહે આવેલા મોટા ઘટાડાના કારણે હવે આ કિંમતી ધાતુ પોતાના લાઈફ ટાઈમ હાઈ લેવલ 4,20,048 રૂપિયાથી અડધા કરતાં પણ ઓછા ભાવે મળી રહી છે, જે સ્તરે તે આ વર્ષે જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં પહોંચી હતી. વર્તમાન ભાવ સાથે સરખામણી કરીએ તો 1 કિલો ચાંદીનો ભાવ હવે પોતાના ઓલ ટાઈમ હાઈથી 2,23,948 રૂપિયા ઘટી ચૂક્યો છે.

સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો

ચાંદી બાદ હવે સોનાના ભાવમાં આવેલા ઘટાડાની વાત કરીએ તો, આ કિંમતી પીળી ધાતુ પણ આ અઠવાડિયે જોરદાર ગગડી છે. MCX Gold Rate પર નજર કરીએ તો, 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળું 10 ગ્રામ સોનું 1,47,918 રૂપિયાથી 5,768 રૂપિયા સસ્તું થઈને 1,42,150 રૂપિયા પર આવી ગયું છે. બીજી તરફ સ્થાનિક માર્કેટમાં IBJA અનુસાર, તેના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 4,796 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેનો ભાવ 1,46,426 રૂપિયાથી ઘટીને 1,41,630 રૂપિયા થઈ ગયો છે.

દાગીના ખરીદતી વખતે આ બાબતનું રાખો ધ્યાન

અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જ્યારે તમે સ્થાનિક બજારમાં જ્વેલરી ખરીદવા જાઓ છો, ત્યારે તમારે નિર્ધારિત GST સાથે મેકિંગ ચાર્જ પણ ચૂકવવો પડે છે. આ ચાર્જ અલગ-અલગ રાજ્યો અને શહેરો પ્રમાણે બદલાઈ શકે છે અને તેને ઉમેરવાથી દાગીનાની અંતિમ કિંમતમાં વધારો થાય છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો-Guess Who : બોલીવુડનો સુલતાન છે આ નાનો બાળક! 100થી વધુ ફિલ્મો અને 3000 કરોડની નેટવર્થ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *