Gold-Silver Price Today: અમદાવાદમાં સોના-ચાંદીના નવા ભાવ જાહેર, 10 ગ્રામ સોનું કેટલામાં મળે છે?

📅 Published: November 12, 2026 | 📂 Category: Business

ભાઈબીજના તહેવાર બાદ સોના-ચાંદીના ભાવ પર સૌની નજર છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજના ભાવ જાણવા જરૂરી છે. અમદાવાદ સહિત ગુજરાતમાં સોનાના ભાવમાં કેરેટ પ્રમાણે ફેરફાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો રૂ.2 લાખની આસપાસ પહોંચ્યો છે. ચાલો જાણીએ અમદાવાદમાં 24 કેરેટ, 22 કેરેટ અને ચાંદીના લેટેસ્ટ ભાવ.

સોના-ચાંદીના આજના ભાવ

સૌપ્રથમ સોનાની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ.14,202થી રૂ.14,296ની વચ્ચે છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ.13,019થી રૂ.13,095ની વચ્ચે નોંધાયો છે.

બીજી તરફ ચાંદીની વાત કરીએ તો 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ રૂ.194થી રૂ.200ની વચ્ચે છે. એટલે કે એક કિલો ચાંદી ખરીદવા માટે રૂ.1,94,000થી રૂ.2,00,000 સુધી ખર્ચ કરવો પડી શકે છે.

શહેર 24 કેરેટ સોનાની કિંમત 22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી  ૧,૪૨,૮૩૦ ૧,૩૦,૯૪૦
મુંબઈ ૧,૪૨,૯૪૯ ૧,૩૦,૯૪૧
કોલકાતા ૧,૪૨,૬૫૦ ૧,૩૧,૩૨૪
ચેન્નઈ ૧,४૨,૮૮૫ ૧,૩૧,૫૪૦
અમદાવાદ ૧,૪૦,૧૫૨ ૧,૨૮,૩૭૦
રાજકોટ ૧,૪૪,૬૧૦ 1,33,140
22 કેરેટ સોનાની કિંમત

આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ પર આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ, અમેરિકામાં મોંઘવારીના આંકડા, ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ, ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને વૈશ્વિક માંગની અસર જોવા મળી શકે છે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ પણ સોના-ચાંદીના ભાવની દિશા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

Disclaimer: અહીં દર્શાવેલા સોના-ચાંદીના ભાવ અંદાજિત છે. અલગ-અલગ શહેરો, ઝવેરીઓ અને બજારો પ્રમાણે ભાવમાં ફેરફાર થઈ શકે છે. જ્વેલરી ખરીદતી વખતે GST, મેકિંગ ચાર્જ અને અન્ય લાગુ પડતા ખર્ચ અલગથી ચૂકવવાના થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *