Gold Silver Price Today: દિવાળી પહેલા સોના ચાંદીની કિંમતમાં ઉછાળો.. જાણો 10 ગ્રામનો શું છે રેટ

📅 Published: November 2, 2026 | 📂 Category: Business

Gold Silver Price Today: જો તમે તહેવારોની સીઝન દરમિયાન સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો બજારમાંથી તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ઘણા દિવસોથી ચાલી રહેલો ભાવમાં ઘટાડાનો દોર આખરે અટકી ગયો છે. દિવાળીના સપ્તાહની શરૂઆત સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ફરી ચમક આવી છે. ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે ૨ નવેમ્બરના રોજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં આ બંને કીમતી ધાતુઓના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો, જેમાં ભાવ ₹3000 સુધી વધી ગયા છે.

આજે શું છે સોનાનો ભાવ ?

બુલિયન માર્કેટ લાંબા સમયથી મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું. આંકડા દર્શાવે છે કે સોનાના ભાવ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી લગભગ 28 % નીચે આવી ગયા હતા, જ્યારે ચાંદીની સ્થિતિ વધુ ખરાબ હતી અને તે તેના રેકોર્ડ સ્તરથી 40 %થી વધુ ઘટી ગઈ હતી. જોકે, સોમવારે બજાર ખુલતાની સાથે જ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો અને તે પ્રતિ 10 ગ્રામ દીઠ આશરે ₹1.40 લાખના સ્તરે પહોંચ્યું. તેવી જ રીતે, ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી અને તે પ્રતિ કિલોગ્રામ દીઠ લગભગ ₹1.82  લાખના સ્તરે પહોંચી ગઈ.

gold buying in india

આજે ચાંદીનો શું ભાવ ? 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, દિવસની શરૂઆતથી જ ખરીદદારોનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. ડિસેમ્બર ડિલિવરી માટે સોનાના ભાવમાં ₹500નો વધારો થયો, જેનાથી તે પ્રતિ 10 ગ્રામ દીઠ ₹139200 ના સ્તરે પહોંચ્યું. દરમિયાન, આજે ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધુ મોટો ઉછાળો જોવા મળ્યો. MCX પર ચાંદીના ભાવમાં ₹2400 નો નોંધપાત્ર વધારો થયો અને તે પ્રતિ કિલોગ્રામ દીઠ ₹181456 ના સ્તરે પહોંચી ગઈ.

શહેર  24 કેરેટ સોનાની કિંમત  22 કેરેટ સોનાની કિંમત 
દિલ્હી  1,39,520  1,27,750
મુંબઈ  1,39,370  1,27,750
કોલકાતા  1,39,370  1,27,750
ચેન્નઈ  1,39,370  1,27,750
અમદાવાદ  1,39,420  1,27,800 
સુરત  1,39,420  1,27,800

દિવાળીના સપ્તાહની શરૂઆત સાથે જ બુલિયન માર્કેટમાં પ્રવૃત્તિઓ તેજ બની છે. જો તમે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો સોનાની વિવિધ શુદ્ધતા (કેરેટ) મુજબના ભાવ વિશે જાણકારી રાખવી મહત્વપૂર્ણ છે. બજારમાં 24-કેરેટ શુદ્ધ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 139400  રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. બીજી તરફ, 22 કેરેટ સોનું જેનો ઉપયોગ સામાન્ય રીતે ઘરેણાં બનાવવા માટે થાય છેતેનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 127800  રૂપિયા છે. આ ઉપરાંત 18 -કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 104550 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. બુલિયન માર્કેટમાં, ચાંદીનો હાજર ભાવ પ્રતિ કિલોગ્રામ આશરે 182250 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

silver

આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનામાં ચમક

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. કોમેક્સ (આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ) પર આજે, 2 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં 0.24 %નો વધારો થયો છે અને તે પ્રતિ ઔંસ 3908.30  ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ પણ શાનદાર દેખાવ કર્યો છે; કોમેક્સ પર તેમાં 1.52%નો ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ ઔંસ 50.025 ડોલરના સ્તરે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *