Gorakhpur Durga Visarjan Accident: દુર્ગા પ્રતિમા વિસર્જન વખતે ભયાનક દુર્ઘટના! હાઈટેન્શન લાઇનની અડફેટે 3નાં મોત, 10 દાઝ્યા

📅 Published: October 21, 2026 | 📂 Category: India National

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેક્ટર-ટ્રોલી પર લાગેલો લાંબો સળિયો હાઈટેન્શન લાઇનને અડી જતાં અચાનક કરંટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકો દાઝી જતાં તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.

ગોરખપુરના ગુલરિહા પોલીસ સ્ટેશન વિસ્તારના અયોધ્યા પ્રસાદ ચૌહાણ ટોલા પાસે આ દુર્ઘટના બની હતી. આ વિસ્તારમાં સ્થાપિત દુર્ગા પ્રતિમાને વિસર્જન માટે ટ્રેક્ટર-ટ્રોલીમાં લઈ જવામાં આવી રહી હતી. ટ્રોલી પર એક લાંબો સળિયો લગાવવામાં આવી હતી. રસ્તામાં ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજલાઇન સાથે આ સળિયો અથડાયો હતો. પરિણામે ટ્રોલી પર સવાર લોકો કરંટની ઝપેટમાં આવી ગયા હતા.

<a href="

=” target=”_blank”>

=

વીજ પુરવઠો શરૂ થતાં જ સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી મુજબ, વીજ વિભાગે અગાઉ વીજ પુરવઠો બંધ રાખ્યો હતો. આ દરમિયાન દુર્ગા પ્રતિમા લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલી રજહી ચાર રસ્તા પાસે પહોંચી હતી. એ જ સમયે વીજ પુરવઠો ફરી શરૂ થતાં વીજતાર પ્રતિમાના સંપર્કમાં આવી ગયો હતો. અને તેને કારણે ટ્રોલી પર ઊભેલા લોકોને કરંટ લાગ્યો હતો.

અચાનક બનેલી આ ઘટનાથી સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. કરંટ લાગવાથી અનેક લોકો દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.

<a href="

=” target=”_blank”>

=

પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

દુર્ગા પ્રતિમા વિસર્જન માટે ઉત્સાહભેર નીકળેલા લોકો માટે આ ઉજવણી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ હતી. હાઈટેન્શન વીજલાઇનના સંપર્કમાં આવવાથી સર્જાયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *