Gujarat High Courtનો ઐતિહાસિક ચૂકાદો, બે આરોપી ફોરેસ્ટ ગાર્ડને 1700 વૃક્ષો વાવવાની અને જાળવવાની શરતે જામીન

📅 Published: August 18, 2026 | 📂 Category: Ahmedabad

ભાવનગર જિલ્લાના પાલિતાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસ હેઠળ આવતા રાજસ્થળી બીટમાં 1690 જેટલાં વૃક્ષોનું ગેરકાયદેસર નિકંદન કાઢવાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે પર્યાવરણ જતનનો એક અનોખો અને દાખલારૂપ આદેશ આપ્યો છે. જેલમાં બંધ બે ફોરેસ્ટ ગાર્ડ કરશન ગોહિલ અને કલ્પેશ ડાભીની જામીન અરજી મંજૂર કરતાં કોર્ટે બંને આરોપીઓ સામે અનોખી શરતો મૂકી છે.

25 હજારની લાંચ લઇને વૃક્ષો કપાવ્યા

મળતી માહિતી મુજબ, પાલિતાણાના રાજસ્થળી બીટ ખાતે ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ કરશન ગોહિલ અને કલ્પેશ ડાભી સામે લાકડાના કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ રચી 25 હજારની લાંચ મેળવીને 1690 જેટલાં મહાકાય વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરાવવા અંગે ગુનો નોંધાયો હતો. આ ઘટનાથી વન્યજીવોના કુદરતી આવાસને મોટું નુકસાન પહોંચ્યું હતું, જેના પગલે વન વિભાગે બંને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

15 દિવસની અંદર વૃક્ષો વાવો અને જાળવણી કરો

ગુજરાત હાઇકોર્ટે બંને આરોપીઓને જેલ મુક્ત થયાના 15 દિવસની અંદર રાજસ્થળી બીટ અથવા નિયત વિસ્તારમાં વ્યક્તિદીઠ 850-850 મળીને કુલ ૧૭૦૦ વૃક્ષો પોતાના સ્વખર્ચે વાવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત આગામી 3 વર્ષ સુધી આ વાવેલાં તમામ વૃક્ષોની યોગ્ય જાળવણી અને ઉછેર કરવાનો તમામ ખર્ચ પણ આરોપીઓએ જ ઉઠાવવાનો રહેશે. જો વૃક્ષો વાવવામાં કે તેની જાળવણીમાં કોઈપણ બેદરકારી જણાશે, તો આરોપીઓના જામીન આપોઆપ રદ ગણાશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ કોર્ટે આપી છે. 

આ પણ વાંચો :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *