રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સાંજે 4 વાગ્યા સુધીમાં 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે. આણંદના બોરસદમાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ નોંધાયો છે.
ક્યાં કેટલો વરસાદ?
આણંદના બોરસદમાં 5.43 ઇંચ, ભાવનગરના વલભીપુરમાં 4.53 ઇંચ, મહેસાણાના કડીમાં 4.13 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરાના કરજણમાં 4.09 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ભરૂચમાં 3.78 ઇંચ, આણંદના તારાપુરમાં 3.70 ઇંચ
ભરૂચમાં 3.78 ઇંચ, આણંદના તારાપુરમાં 3.70 ઇંચ, રાજકોટના જામકંડોરણામાં 3.46 ઇંચ અને ખેડાના નડિયાદમાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેર અને પંચમહાલના ગોધરામાં 3.39 ઇંચ વરસાદ થયો છે.
અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર
ખેડાના માતરમાં 3.23 ઇંચ, મહેસાણાના વીજાપુરમાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 14 તાલુકામાં 3 ઇંચથી વધુ, 43 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 95 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ખેડૂતો અને નાગરિકો પર અસર
લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ, અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો તથા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’
