ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી વરસાદી માહોલ રહ્યો હતો. આ 14 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 2 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગીર ગઢડા અને મેઘરજમાં 3 ઈંચથી વધુ વરસાદ
ગીર સોમનાથના ગીર ગઢડામાં 3.07 ઈંચ અને અરવલ્લીના મેઘરજમાં પણ 3.07 ઈંચ વરસાદ નોંધાયો છે. બંને તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદથી સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
અમદાવાદમાં 2.07 ઈંચ વરસાદ
અમદાવાદમાં સવારના સમયે એકધારો 2.07 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયું હતું.
સાબરકાંઠા-અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ
સાબરકાંઠાના તલોદમાં 2.52 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
મહિસાગરમાં અનેક તાલુકા ભીંજાયા
મહિસાગરના કડાણામાં 2.24 ઈંચ, સંતરામપુરમાં 2.17 ઈંચ અને ખાનપુરમાં 2.09 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
નર્મદા અને ગાંધીનગરમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ
નર્મદાના ડેડીયાપાડામાં 2.04 ઈંચ અને ગાંધીનગરના માણસામાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત
