Gujarat Weather : રાજ્યમાં હવે વરસાદની કોઈ આગાહી નહીં, જાણો વાતાવરણ કેવું રહેશે?

📅 Published: October 2, 2026 | 📂 Category: Ahmedabad

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે, જ્યારે આજે અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની અને પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે. હાલમાં વરસાદ માટેની કોઈ સિસ્ટમ સક્રિય નથી અને રાજ્યમાં સરેરાશ 11 ટકા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 24 ટકા વરસાદની ઘટ રહી છે. 

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 114.23% સરેરાશ વરસાદ

હાલમાં અલ નિનોની સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય હોવાને કારણે વર્ષના અંત સુધી તેની અસર રહેશે અને ‘સુપર અલ નિનો’ના પ્રભાવને લીધે ઓક્ટોબર મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે.ગુજરાતમાં 02 ઓક્ટોબર 2026 સુધીમાં સરેરાશ સામાન્ય વરસાદ સામે 89.19 ટકા કુલ વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નહિવત સરેરાશ વરસાદ રહ્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 114.23% સરેરાશ વરસાદ નોંધાયો છે. 

ગુજરાત ક્ષેત્રમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 1761.43 મી.મી

જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89.67%, સૌરાષ્ટ્રમાં 71.43%, ઉત્તર ગુજરાતમાં 71.04% અને કચ્છ ક્ષેત્રમાં સૌથી ઓછો 57.60% વરસાદ નોંધાયેલો જોવા મળે છે. ઝોનવાઇઝ વિગતો જોઈએ તો દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 1761.43 મિમી સાથે સૌથી ઉચ્ચ સ્તરે રહ્યો છે, જ્યારે કચ્છમાં કુલ સરેરાશ વરસાદ 287.90 મિમી જેટલો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહ્યું છે અને માત્ર ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તેમજ તાલાલા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ત્રાગડ રેલવે અંડરપાસ બની ગયો હોવા છતાં રખાયો બંધ, પીક અવર્સમાં સર્જાય છે ટ્રાફિકજામ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *