Gujarat Weather: વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં વધશે તાપમાનનો પારો, જાણો કેવી રહેશે પવનની ગતિ

📅 Published: September 29, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે ફરી એકવાર વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી અને તમામ જગ્યાએ વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહ્યું છે.ચોમાસાની આ સિઝન દરમિયાન રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 810.32 મિમી જેટલો નોંધાયો છે.1 ઓક્ટોબરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઈને ખેડૂતોમાં વરસાદની રાહ છે.

હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ ભારે સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ મિશ્ર ઋતુની અસર સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.આ ઉપરાંત 30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને થરાદમાં વરસાદ રહેશે અને 1 ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થવાની શક્યતા છે.જ્યારે આ દરમિયાન પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની અને મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી વચ્ચે રહેશે.

રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે

હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.જ્યારે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં વાતાવરણું સૂકું રહેવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ; દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 7 ઓક્ટોબર સુધી તમામ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : ગુજરાતમાં એક મહિનામાં કેટલા મોબાઈલ ગ્રાહકો વધ્યાં, જાણો સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં કેટલો વધારો થયો ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *