Gujarat Weather: વિદાય પહેલા જ મેઘરાજા ધડબડાટી બોલાવશે, આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી

📅 Published: September 23, 2026 | 📂 Category: Ahmedabad

રાજ્યમાં ચાલુ મોસમ દરમિયાન વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો કુલ સરેરાશ વરસાદ 88.84 ટકા નોંધાયો છે. એક તરફ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ભારે વરસાદથી સારી સ્થિતિ છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છ ઝોનમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાતા આગામી સમયમાં ખેતી અને પાણીની તંગીને લઈને સ્થિતિ ચિંતાજનક બની શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેઘરાજા વિદાય લેતા પહેલા ફરી એકવાર ધમાકેદાર જમાવટ બોલાવશે. જેના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની સંભાવના છે.સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.

ભૌગોલિક રીતે મોટો તફાવત જોવા મળી રહ્યો છે

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ભૌગોલિક રીતે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.એક તરફ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ભારે વરસાદથી પાણી અને ખેતીની સારી સ્થિતિ છે. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છ ઝોનમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.કચ્છ જિલ્લાનો સરેરાશ વરસાદ 57.60 ટકા જ નોંધાયો છે.જ્યારે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સરેરાશ 70.49% વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછું એટલે કે માત્ર 28.18 ટકા જ સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 113.87 ટકા વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં સૌથી વધુ છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં કુલ સરેરાશ 89.66% વરસાદ વરસ્યો છે.સૌરાષ્ટ્રમાં કુલ સરેરાશ 70.49% વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાતમાં સરેરાશ 71.04% વરસાદ થયો છે. કચ્છમાં સૌથી ઓછો એટલે કે સરેરાશ 57.60% વરસાદ નોંધાયો છે.ઓછો વરસાદ નોંધાયો છે તેવા વિસ્તારો જેવા કે દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છના કેટલાક તાલુકાઓમાં પાકને પૂરતું પાણી ન મળવાને કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ધોલેરા એક્સપ્રેસ વે પર વાહનવ્યવહાર વધુ ઝડપી બનશે, વાહન ચાલકોને સરળ એન્ટ્રી એક્ઝિટ મળશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *