Gujarat Weather News: આકરી ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું, હવામાન વિભાગે કરી મોટી આગાહી

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં આ વખતે વરસાદની 10 ટકાથી વધુ ઘટ સેવાઈ છે. અલનીનોની અસરને કારણે આ વખતનું ચોમાસુ નબળું સાબિત થયું છે. ઓછા વરસાદને કારણે ખેતી પર મોટી અસર થવા પામી છે. વરસાદની વિદાય ટાણે જ ભાદરવો ઉનાળાની જેમ આકરો તપી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવશે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.

સુરતમાં બેવડી ઋતુનો માહોલ જામ્યો

રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.જેમાં અમદાવાદમાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મેઘરાજાની સત્તાવાર વિદાય બાદ સુરતમાં બેવડી ઋતુનો માહોલ જામ્યો છે.શહેરમાં એક તરફ બપોરના સમયે આકરો તાપ સાથે ઓક્ટોબર હીટ અકળાવી રહી છે,તો બીજી તરફ પવનની બદલાયેલી દિશા શિયાળાના આગમનના સંકેત આપી રહી છે.હવામાન વિભાગના આંકડા મુજબ મંગળવારે શહેરમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

24 કલાકમાં પવનની દિશામાં મોટો પલટો આવ્યો

હવામાન નિષ્ણાંતોના મતે છેલ્લા 24 કલાકમાં પવનની દિશામાં મોટો પલટો આવ્યો છે.ગઈકાલ સુધી પશ્ચિમ તરફથી આવતા ભેજવાળા પવનો શાંત થઈ હવે 8 કિમી પ્રતિ કલાકની ગતિએ ઉત્તરીય પવનો ફૂંકાવાનું શરૂ થયું છે.ઉત્તર દિશાના પવનો સામાન્ય રીતે હિમાલય અને ઉત્તર ભારત તરફથી ઠંડક લઈને આવે છે.જેને હવામાનશાસ્ત્રીઓ શિયાળાની દસ્તક તરીકે ઓળખાવે છે.જોકે, હવામાં હજુ પણ ભેજનું પ્રમાણ 58 ટકા નોંધાતાં અને આકાશ એકદમ સ્વચ્છ રહેતાં સુરતીઓને હાલ ગરમીમાંથી તાત્કાલિક મુક્તિ મળવાના અણસાર નથી.આગામી દિવસોમાં નવરાત્રિ પૂર્ણ થયા બાદ વહેલી સવારે ગુલાબી ઠંડકનો અનુભવ થાય તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી મહેસૂલ કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ, અમદાવાદમાં 58 નાયબ મામલતદારોની બદલી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *