Gujarat Weather News: ચોમાસાની વિદાય ટાણે જ વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં થશે મેઘ મહેર

📅 Published: September 29, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે ફરી એકવાર વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ નવા રાઉન્ડ હેઠળ આજે સુરત,ડાંગ, તાપી તેમજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે.જ્યારે આવતીકાલે 30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.આ તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની ધારણા છે.જ્યારે 1 ઓક્ટોબરે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઈને ખેડૂતોમાં વરસાદની રાહ જોવા મળી છે.

રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે

હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.જ્યારે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં વાતાવરણું સૂકું રહેવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ; દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 7 ઓક્ટોબર સુધી તમામ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. 

ભારે વરસાદ કે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી નથી

આગામી 7 દિવસ માટે કોઈ ખાસ ભારે વરસાદ કે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી નથી. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સંભાવના છે.ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી અને તમામ જગ્યાએ વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહ્યું છે.ચોમાસાની આ સિઝન દરમિયાન રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 810.32 મિમી (89.16%) જેટલો નોંધાયો છે.જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 114.23%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89.67%, સૌરાષ્ટ્રમાં 71.29%, ઉત્તર ગુજરાતમાં 71.04% અને કચ્છ ક્ષેત્રમાં 57.60% સરેરાશ વરસાદ નોંધાયેલો જોવા મળે છે.  

આ પણ વાંચોઃ Ahmedabad News: મકરબા બ્રિજનું કેપ્સ્યુલ જંક્શન ફાયર બ્રિગેડ માટે બન્યું ચક્રવ્યૂહ, આ વિસ્તારોમાં મદદ મોડી પહોંચશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *