Gujarat Weather News: રાજ્યમાં માત્ર હળવા વરસાદની આગાહી, ભેજનું પ્રમાણ વધવાથી ગરમીનો અહેસાસ થશે

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં હળવા વરસાદી માહોલ રહેશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ યથાવત રહેશે.આ દરમિયાન પવનની ગતિ સામાન્ય રીતે પ્રતિ કલાક 15થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ

ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઊઠી છે.ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો છે ત્યારે પાણીની ભયંકર અછત અને દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું છે.આ બાબતને લઈ હવે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગ કરાઈ છે.અગાઉ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને દુષ્કાળ ગસ્ત જાહેર કરવા રજૂઆતો થઈ ચૂકી છે.

ટેન્કરો દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા રજૂઆત

આ સંજોગોમાં ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો હોવાથી તાત્કાલિક સર્વે કરી વિશેષ આર્થિક સહાય પેકેજ મંજૂર કરવાની માગણી કરાઈ છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરતાં પત્રમાં માગણી કરાઈ છે કે, ખેડૂતોની ચાલુ વર્ષની કૃષિ લોનના વ્યાજ માફ કરવામાં આવે અને લોન વસૂલાત મુલતવી રાખવી જોઈએ, પશુધનને બચાવવા માટે ગ્રામ્ય સ્તરે વિના મૂલ્યે ઘાસચારાના ડેપો તાત્કાલિક શરૂ કરવા જોઈએ, ભૂગર્ભ જળ ઊંડા જવાથી ઊભી થયેલી પાણીની સમસ્યા નિવારવા ટેન્કરો દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા રજૂઆત કરાઈ છે. 

50 હજાર રૂપિયાનું વળતર આપવું જોઈએ

આ ઉપરાંત સ્થાનિક મજૂરો,ખેડૂતોનું સ્થળાંતર રોકવા માટે મનરેગા યોજના હેઠળ રોજગારીના કામો વ્યાપક પ્રમાણમાં શરૂ કરાવવા ગંભીરતાથી વિચારવું જોઈએ તેવી પણ રજૂઆતો કરાઈ છે.મહત્ત્વનું છે કે, થોડાક દિવસો પહેલાં જ જામનગર,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જૂનાગઢના કેટલાક વિતારોમાં બિલકુલ વરસાદ થયો ન હોવાથી આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગણી કરાઈ હતી, સાથે જ દાવો કરાયો હતો કે, થોડો ઘણો ૨૫ ટકા જેટલો જ પાક બચ્યો છે, સૌની યોજનાનું પાણી પણ છોડાતું નથી.ખેડૂતો પોતાનું જીવનનિર્વાહ ચલાવી શકે તે માટે હેક્ટર દીઠ ઓછામાં ઓછું 50 હજાર રૂપિયાનું વળતર આપવું જોઈએ.

આ પણ વાંચોઃ Bharuch News: આમોદના દોરા ગામમાં 12 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *