Gurnoor Brarનો કહેર! લાથમ અને ગ્લેન ફિલિપ્સ એક જ ઓવરમાં ક્લીન બોલ્ડ

📅 Published: November 7, 2026 | 📂 Category: cricket

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ પોતાના કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. ખાસ કરીને યુવા ફાસ્ટ બોલર  ગુરનુર બ્રારે પોતાની ઘાતક બોલિંગથી ન્યૂઝીલેન્ડની બેટિંગને મોટો ઝટકો આપ્યો હતો. તેણે માત્ર 6 બોલની અંદર ટોમ લાથમ અને ગ્લેન ફિલિપ્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.ગુરનૂરની આ શાનદાર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તેણે એક જ ઓવરમાં 2 મહત્ત્વની વિકેટ ઝડપીને ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

ગુરનૂર બરારે ટોમ લાથમને બનાવ્યો શિકાર

ન્યૂઝીલેન્ડની ઇનિંગની 20મી ઓવર ગુરૂર બ્રાર ફેંકી રહ્યો હતો. આ તેની સ્પેલની પાંચમી ઓવર હતી. ઓવરના બીજા બોલ પર તેણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને પેવેલિયન મોકલી દીધો હતો.ગુરનૂરે 141 કિમી પ્રતિ કલાકની ઝડપે શોર્ટ પિચ બોલ ફેંક્યો હતો. લાથમે આ બોલ પર પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટના ઉપરના ભાગમાં વાગીને હવામાં ઊછળ્યો હતો. ડીપ સ્ક્વેર લેગ પર ઊભેલા નમન ધીરે સરળ કેચ પકડી લીધો હતો.આ શ્રેણીમાં બીજી વખત એવું બન્યું હતું કે ગુરનૂરે ટોમ લાથમની વિકેટ ઝડપી હતી. આમ તેણે ન્યૂઝીલેન્ડના કેપ્ટનને ફરી એકવાર મુશ્કેલીમાં મૂક્યો હતો.

ગ્લેન ફિલિપ્સ ખાતું પણ ખોલી શક્યો નહીં

ટોમ લાથમની વિકેટ લીધા બાદ ગુરનૂરે ઓવરના છેલ્લા બોલ પર ગ્લેન ફિલિપ્સને પણ આઉટ કર્યો હતો. આ વખતે પણ તેણે 141 કિમી પ્રતિ કલાકની ઝડપે શોર્ટ પિચ બોલ ફેંક્યો હતો.ફિલિપ્સે પણ પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટના ઉપરના ભાગમાં વાગીને હવામાં ગયો હતો. ફાઇન લેગ પર ઊભેલા અંશુલ કંબોજે આગળ ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડ્યો હતો.આ રીતે ગ્લેન ફિલિપ્સ 4 બોલમાં એક પણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ગુરનૂરે એક જ ઓવરમાં ન્યૂઝીલેન્ડના બે મહત્ત્વના બેટ્સમેનોને આઉટ કરીને મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું.

ન્યૂઝીલેન્ડની બેટિંગ રહી ધીમી

બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો ભારતીય બોલરો સામે રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. કિવી ટીમે 18.3 ઓવરમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા.ફેબ્રુઆરી 2013માં ઓકલેન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની વનડે બાદ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડનું આ સૌથી ધીમું અડધી સદીનું પ્રદર્શન હતું. ઇંગ્લેન્ડ સામેની તે મેચમાં ન્યૂઝીલેન્ડે 18.4 ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા.આ મેચમાં ભારતીય બોલરોએ સતત વિકેટો મેળવીને ન્યૂઝીલેન્ડ પર દબાણ બનાવી રાખ્યું હતું. માત્ર 53 રનના સ્કોર પર કિવી ટીમની અડધી બેટિંગ પેવેલિયન પરત ફરી હતી.ગુરનૂર બ્રારની આ ઘાતક બોલિંગ ભારતીય ટીમ માટે મોટો ફાયદો સાબિત થઈ હતી. ખાસ કરીને 141 કિમી પ્રતિ કલાકની ઝડપ અને શોર્ટ પિચ બોલ પર તેનું નિયંત્રણ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો માટે મુશ્કેલીનું કારણ બન્યું હતું.

આ પણ વાંચો – Morne Morkel Emotional : શમીની નિવૃત્તિથી મોર્કેલનું દિલ તૂટ્યું! કહ્યું- તેમની ખોટ…!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *