Guru Nanak Jayanti 2026: ગુરુ નાનક દેવજીની જન્મજયંતી નિમિત્તે PM મોદીનો ખાસ સંદેશ, CM ભૂપેન્દ્ર પટેલ લંગરમાં સહભાગી થયા

📅 Published: November 24, 2026 | 📂 Category: Ahmedabad

સમગ્ર દેશ અને રાજ્યમાં આજે ગુરુ નાનક દેવજીની જન્મજયંતી (પ્રકાશ પર્વ)ની અત્યંત ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે, જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે ગુરુદ્વારામાં દર્શન કરીને લંગરમાં સહભાગી થશે.

‘ગુરુ નાનક દેવજીના શાશ્વત ઉપદેશો આજે પણ માનવતાને માર્ગદર્શન આપે છે’- PM મોદી

PM નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ખાસ સંદેશ શેર કરીને રાષ્ટ્રને ગુરુ નાનક જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ગુરુ નાનક દેવજીના ઉપદેશોને યાદ કરતા લખ્યું હતું કે,”શ્રી ગુરુ નાનક દેવજીની જન્મજયંતીના શુભ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ. તેમના શાશ્વત ઉપદેશો આજે પણ માનવતાને માર્ગદર્શન આપે છે. તેમનો સંદેશ આપણને કરુણા, પરસ્પર સંવાદિતા અને સૌના કલ્યાણ પર આધારિત સમાજ બનાવવા માટે પ્રેરણા આપે.”

મુખ્યમંત્રી ગાંધીનગરના પોર ગુરુદ્વારામાં દર્શન કરી લંગરમાં સહભાગી થયા

ગુજરાતમાં પણ ગુરુ નાનક જયંતીની ઉજવણીનો વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના પોર ગામ પાસે આવેલા ગુરુદ્વારા ખાતે જઈને શીશ ઝુકાવી દર્શન કર્યા. આ ઉપરાંત મુખ્યમંત્રી ગુરુદ્વારા ખાતે આયોજિત પવિત્ર લંગરમાં પણ સહભાગી થયા હતા.

રાજકોટના ધોરાજી ખાતે સમસ્ત સિંધી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી

બીજી તરફ, સૌરાષ્ટ્રમાં પણ ગુરુ નાનક જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આજરોજ સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુ નાનક દેવજીની જન્મજયંતીની અત્યંત ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પણ વાંચો: Vav-Tharad: થરાદ પાસેની મુખ્ય કેનાલમાં માતાએ બે બાળકો સાથે ઝંપલાવતા ચકચાર, એક બાળકનો બચાવ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *