Himatnagar : જંગલી પ્રાણીઓ દ્વારા પાક નુકસાનીના મુદ્દે આવેદન

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

વિજયનગર તાલુકામાં એક તરફ્ વરસાદની અછત છે, તો બીજી તરફ્ જંગલી પ્રાણીઓ ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. જંગલ વિસ્તારની નજીક રહીને ખેતી કરતા ગરીબ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. દિવસ દરમિયાન જંગલની ઝાડીઓમાં છુપાઈ રહેતા ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ રાત્રિના સમયે ખેતરોમાં ત્રાટકીને પાકનો સોથ વાળી દે છે. ખાસ કરીને ભૂંડોના ત્રાસથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને મોંઘા બિયારણનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ખેડૂતોને દેવાદાર બનતા અટકાવવા માટે પાકના રક્ષણ અર્થે ફેન્સિંગ તાર આપવા તથા નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. આ અંગે સામાજિક આગેવાનો અને ભારતીય આદિવાસી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક રાહત મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *