ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર, શરમજનક હાર બાદ પાકિસ્તાનને મોટો ઝટકો

📅 Published: September 13, 2026 | 📂 Category: cricket

ઈંગ્લેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝ માં પાકિસ્તાનનો 0-3થી સફાયો થયો છે.સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને શ્રેણી પોતાના નામે કરી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. હવે આ ખરાબ પ્રદર્શનની અસર ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ જોવા મળી છે.ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પૂરી થયા બાદ ICC ટેસ્ટ રેન્કિંગમાં થયેલા નવા અપડેટમાં પાકિસ્તાનને એક સ્થાનનું નુકસાન થયું છે. ટીમ હવે 8મા સ્થાનેથી સરકીને 9મા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ઈંગ્લેન્ડે પોતાની 5મા સ્થાનની સ્થિતિ જાળવી રાખી છે અને તેના રેટિંગ પોઈન્ટમાં વધારો થયો છે.

પાકિસ્તાનના રેટિંગ પોઈન્ટમાં ઘટાડો

ઈંગ્લેન્ડ સામેની શ્રેણી શરૂ થાય તે પહેલાં પાકિસ્તાનની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં 8મા સ્થાને હતી. તેના ખાતામાં 75 રેટિંગ પોઈન્ટ હતા. પરંતુ શ્રેણીમાં એક પણ મેચ જીતી ન શકતાં ટીમને નુકસાન થયું છે.હવે પાકિસ્તાન 71 રેટિંગ પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. બીજી તરફ ઈંગ્લેન્ડના રેટિંગ પોઈન્ટમાં વધારો થયો છે. શ્રેણી પહેલાં ઈંગ્લેન્ડ પાસે 99 રેટિંગ પોઈન્ટ હતા, જે હવે વધીને 102 થઈ ગયા છે.પાકિસ્તાન માટે આ સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છતાં પરિણામમાં ખાસ સુધારો જોવા મળ્યો નહોતો. પ્રવાસની વચ્ચે જ પાકિસ્તાનના સ્ક્વોડમાંથી 7 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા હતા અને નવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી.

ભારત ચોથા સ્થાને,ઓસ્ટ્રેલિયા ટોચ પર

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ હાલમાં 4મા સ્થાને છે.ટીમ ઈન્ડિયાના ખાતામાં 105 રેટિંગ પોઈન્ટ છે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હવે માત્ર 3 રેટિંગ પોઈન્ટનું અંતર છે.ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા હજુ પણ ટોચના સ્થાને છે.ઓસ્ટ્રેલિયાના 126 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 119 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.ન્યૂઝીલેન્ડ 106 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ રીતે ભારત 105 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.ટોચની 4 ટીમો વચ્ચેના રેટિંગ પોઈન્ટમાં વધારે મોટું અંતર નથી,જેના કારણે આગામી ટેસ્ટ મેચોના પરિણામો રેન્કિંગમાં ફેરફાર કરી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝને પણ ફાયદો

રેન્કિંગમાં બાંગ્લાદેશ 78 રેટિંગ પોઈન્ટ સાથે 6મા સ્થાને છે.શ્રીલંકા 75 પોઈન્ટ સાથે 7મા ક્રમે છે.વેસ્ટ ઈન્ડિઝ 74 રેટિંગ પોઈન્ટ સાથે હવે 8મા સ્થાને છે.આ દરમિયાન પાકિસ્તાન 71 પોઈન્ટ સાથે 9મા સ્થાને સરકી ગયું છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં મળેલી હાર બાદ પાકિસ્તાન માટે આ મોટો ઝટકો છે.પાકિસ્તાની ટીમ માટે હવે સૌથી મોટો પડકાર ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું પ્રદર્શન સુધારવાનો રહેશે.સતત હારના કારણે ટીમના આત્મવિશ્વાસ પર પણ અસર પડી શકે છે.આગામી શ્રેણીઓમાં સારું પ્રદર્શન કરીને પાકિસ્તાન ફરી રેન્કિંગમાં ઉપર આવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો- Gudakesh Motieએ અંતિમ ઓવરમાં કર્યો કમાલ, માત્ર 6 બોલમાં આટલા રન બનાવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *