ICC T20I રેન્કિંગમાં શ્રેયસ ઐયરનો ધમાકો, ઈશાન-અભિષેક વચ્ચે નંબર-1ની લડાઈ

📅 Published: October 14, 2026 | 📂 Category: cricket

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20I બેટિંગ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો સિક્કો વાગી રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઈ રહેલી 5 મેચની રોમાંચક T20 શ્રેણીની વચ્ચે ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે.શ્રેયસે શાનદાર પ્રદર્શનના જોરે એકસાથે 3 સ્થાનનો સુધારો કરીને સીધી ટોપ-4માં એન્ટ્રી કરી લીધી છે.બીજી તરફ,ટીમ ઇન્ડિયાના બે વિસ્ફોટક ઓપનર ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે ટી20 ક્રિકેટમાં દુનિયાનો નંબર-1 બેટ્સમેન બનવા માટે જોરદાર જંગ જામ્યો છે.

ઈશાન કિશનની બાદશાહત યથાવત, અભિષેક બિલકુલ નજીક

લેટેસ્ટ આઈસીસી રેન્કિંગ અનુસાર,ભારતનો ડેશિંગ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન 904 રેટિંગ પોઇન્ટ સાથે વિશ્વમાં પ્રથમ સ્થાન પર મજબૂતીથી યથાવત છે.જો કે, તેને ટક્કર આપી રહેલો ભારતનો જ યુવા ઓપનર અભિષેક શર્મા 891 રેટિંગ પોઇન્ટ સાથે બીજા ક્રમે ટકી રહ્યો છે.હવે બંને ભારતીય ખેલાડીઓ વચ્ચે માત્ર 13રેટિંગ પોઇન્ટનો મામૂલી તફાવત બાકી રહ્યો છે.વેસ્ટ ઇન્ડિઝ સામેની આગામી મેચોમાં જો અભિષેક શર્મા મોટી ઇનિંગ રમશે તો તે ઈશાન કિશનની બાદશાહત ખતમ કરીને દુનિયાનો નંબર-1 બેટ્સમેન બની શકે છે. આ જંગ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ભારે રોમાંચક બની ગયો છે.

શ્રેયસ ઐયર ચોથા સ્થાને, સદી ફટકારવાનો મળ્યો ફાયદો

નવી રેન્કિંગમાં સૌથી મોટો ફાયદો કેપ્ટન શ્રેયસ ઐયરને થયો છે,જે હવે 798 રેટિંગ પોઇન્ટ સાથે ચોથા ક્રમે આવી ગયો છે.વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં શ્રેયસે કેપ્ટન ઇનિંગ રમતા અણનમ 102 રનની વિસ્ફોટક સદી ફટકારી હતી. ત્યારબાદ બીજી મેચમાં 40 રન બનાવ્યા હતા. જો કે, ત્રીજી મેચમાં તે માત્ર 1 રને આઉટ થયો હોવા છતાં તેને ઓવરઓલ રેન્કિંગમાં ૩ સ્થાનનો મોટો ફાયદો મળ્યો છે.સિરીઝની બાકીની મેચોમાં શ્રેયસ પાસે ટોપ-3માં આવવાની સુવર્ણ તક છે.

સાહિબઝાદા ફરહાન ત્રીજા ક્રમે, તિલક વર્મા ટોપ-10માં

આ યાદીમાં પાકિસ્તાનનો નવો T20 કેપ્ટન સાહિબઝાદા ફરહાન 883 રેટિંગ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.શ્રેયસ ઐયર (798) અને ફરહાન વચ્ચે 85 પોઇન્ટનું અંતર છે.બીજી તરફ,ભારતનો યુવા સ્ટાર તિલક વર્મા પણ 731 રેટિંગ પોઇન્ટ સાથે એક સ્થાન આગળ વધીને દુનિયાના ટોપ-10 બેટ્સમેનોમાં સામેલ થઈ ગયો છે અને તે 9મા ક્રમે છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન શાઈ હોપને પણ ૨ સ્થાનનો ફાયદો થયો છે અને તે 718 પોઇન્ટ સાથે 11મા ક્રમે પહોંચી ગયો છે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની આગામી મેચોના પ્રદર્શન બાદ આ રેન્કિંગ ટેબલમાં હજુ પણ મોટો ભૂકંપ આવી શકે છે.

આ પણ વાંચો – Temba Bavuma હાર બાદ નિરાશ! ટ્રેવિસ હેડની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે ઈન્ટરનેટ પર આગ લગાવી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *