ICC Women's Champions Trophy : મહિલા ક્રિકેટમાં શરૂ થશે નવી ટૂર્નામેન્ટ! 100 દિવસ બાદ ભારત સહિત 6 ટીમો વચ્ચે જામશે જંગ

📅 Published: November 6, 2026 | 📂 Category: cricket

મહિલા ક્રિકેટમાં હવે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પ્રથમ વખત મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે માત્ર 100 દિવસ બાકી છે. ફેબ્રુઆરી 2027માં ભારતમાં રમાનારી આ સ્પર્ધામાં ભારત સહિત દુનિયાની 6 દિગ્ગજ ટીમો ભાગ લેશે. ખાસ વાત એ છે કે પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફી વનડે ફોર્મેટમાં રમાય છે, જ્યારે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી T20 ફોર્મેટમાં યોજાશે. તો ચાલો જાણીએ આ નવી ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી તમામ મહત્ત્વપૂર્ણ વિગતો.

મહિલા ક્રિકેટમાં શરૂ થશે નવો અધ્યાય

મહિલા ક્રિકેટની લોકપ્રિયતા છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી છે. ખાસ કરીને મહિલા T20 ક્રિકેટમાં દર્શકોનો રસ વધ્યો છે. આ જ લોકપ્રિયતાને વધુ આગળ વધારવા માટે ICCએ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.આ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન 14થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન ભારતમાં રમાશે. આ સ્પર્ધામાં દુનિયાની ટોચની 6 મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટક્કર જોવા મળશે.મહિલા ક્રિકેટમાં અત્યાર સુધી ICC દ્વારા મુખ્યત્વે વનડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવતું હતું. હવે ચેમ્પિયન્સ ટ્રોફીના ઉમેરા સાથે મહિલા ક્રિકેટમાં ICCની ત્રીજી મોટી ટ્રોફીનો સમાવેશ થશે.

મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027 ક્યારે અને ક્યાં રમાશે?

ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સિઝનનું આયોજન ભારતમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 28 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચ રમાશે.આ સ્પર્ધા માટે ભારતનાં 2 મેદાનોની પસંદગી કરવામાં આવી છે.ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા, મુંબઈ: અહીં ટૂર્નામેન્ટની કેટલીક મહત્ત્વપૂર્ણ મેચ રમાશે.વડોદરા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ટૂર્નામેન્ટની મેચો યોજાશે.વડોદરા મહિલા ક્રિકેટની આ ઐતિહાસિક સ્પર્ધાના મુખ્ય કેન્દ્રો બનશે.

કઈ 6 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે?

પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 6 ટીમો ભાગ લેશે. આ ટીમોની પસંદગી ICCની મહિલા T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગના આધારે કરવામાં આવી છે.

ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો:

  • ભારત
  • ઓસ્ટ્રેલિયા
  • ઇંગ્લેન્ડ
  • ન્યૂઝીલેન્ડ
  • દક્ષિણ આફ્રિકા
  • શ્રીલંકા
શું હશે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું ફોર્મેટ?

પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફી વનડે ફોર્મેટમાં રમાય છે, પરંતુ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન T20 ફોર્મેટમાં કરવામાં આવશે.ટૂર્નામેન્ટમાં તમામ 6 ટીમોને એક જ લીગમાં રાખવામાં આવશે. દરેક ટીમ બાકીની 5 ટીમો સામે એક-એક મેચ રમશે. એટલે કે દરેક ટીમને લીગ તબક્કામાં 5 મેચ રમવાની તક મળશે.લીગ તબક્કો પૂર્ણ થયા બાદ ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સેમિફાઇનલની વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ રમાશે.આ ટૂર્નામેન્ટમાં ફાઇનલ સહિત કુલ 16 મેચ રમાશે. ફાઇનલ મુકાબલો 28 ફેબ્રુઆરી 2027ના રોજ યોજાશે.

મહિલા ક્રિકેટમાં ICCની ત્રીજી મોટી ટ્રોફી બનશે

અત્યાર સુધી મહિલા ક્રિકેટમાં ICCની બે મુખ્ય વૈશ્વિક સ્પર્ધાઓ યોજાતી હતી. જેમાં મહિલા વનડે વર્લ્ડ કપ અને મહિલા T20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.હવે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીના ઉમેરા સાથે ICCની ત્રીજી મોટી ટ્રોફી પણ મહિલા ક્રિકેટને મળશે.આ ટૂર્નામેન્ટથી મહિલા ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટી સ્પર્ધામાં પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળશે. સાથે જ ક્રિકેટ ચાહકોને પણ વિશ્વની ટોચની મહિલા ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળશે.

ભારતીય મહિલા ટીમ સામે પણ મોટો પડકાર

યજમાન ભારત માટે આ ટૂર્નામેન્ટ ખાસ મહત્ત્વ ધરાવે છે. ઘરઆંગણે રમવાની તક મળવાથી ભારતીય ખેલાડીઓને મેદાન અને પરિસ્થિતિનો ફાયદો મળી શકે છે.ભારત સામે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમોનો પડકાર રહેશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો પણ ટૂર્નામેન્ટમાં મોટો ઉલટફેર કરવાની ક્ષમતા ધરાવે છે.હવે જોવાનું એ રહેશે કે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સિઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બને છે અને ભારતીય મહિલા ટીમ ઘરઆંગણે ઇતિહાસ રચવામાં સફળ થાય છે કે નહીં.

આ પણ વાંચો – Brian Bennett : 22 વર્ષની ઉંમરે દેશનો કેપ્ટન બન્યો, પ્રથમ ટેસ્ટમાં જ ફટકારી સદી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *