Imran khanની પૂર્વ પત્ની જેમિમાએ કર્યા લગ્ન: 62 વર્ષના અબજોપતિને બનાવ્યો જીવનસાથી, શેર કરી તસવીરો!

📅 Published: September 17, 2026 | 📂 Category: cricket

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનની પૂર્વ પત્ની અને ફિલ્મ પ્રોડ્યુસર જેમિમા ગોલ્ડસ્મિથે પોતાના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. 52 વર્ષીય જેમિમાએ 12 સપ્ટેમ્બરના રોજ 62 વર્ષીય બિઝનેસમેન કેમરોન ઓ’રેલી સાથે લગ્ન કર્યા છે. તેમણે 16 સપ્ટેમ્બરના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ખાસ દિવસની તસવીરો શેર કરી હતી.

જેમિમાની નવી લગ્નસફર 

આ લગ્ન સમારોહને જેમિમા ખૂબ જ ખાનગી રાખ્યો હતો. લગ્નના સમાચાર સૌથી પહેલા તેમની ભાભી જેમિમા જોન્સની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સામે આવ્યા હતા. ત્યારબાદ જેમિમાએ ખુદ તસવીરો શેર કરીને પોતાના ચાહકોને આ નવા સફરની ઝલક દેખાડી હતી.

813361436_18625058953041798_7653250789039924196_n

બંને પુત્રો પણ લગ્ન વિધિમાં સામેલ   

લગ્નનો સૌથી ભાવનાત્મક ક્ષણ તે હતી જ્યારે જેમિમાના બંને પુત્રો સુલેમાન ખાન અને કાસિમ ખાન તેને ચર્ચની અંદર લઈ ગયા હતા. બંનેએ સૂટ અને હળવા ભૂરા રંગની વેસ્ટકોટ પહેરી હતી. તસવીરો શેર કરતા જેમિમાએ પોતાના પુત્રોનો વિશેષ આભાર માન્યો હતો. તેમના માટે આ ક્ષણ એટલા માટે પણ ખાસ હતી કારણ કે લગ્નમાં પરિવારની આગામી પેઢીએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

813421166_18625059034041798_5794361771111031445_n

કેમરોનની પુત્રી બની બ્રાઇડ્સમેડ

જેમિમા ગોલ્ડસ્મિથની સાવકી પુત્રી ટાયરિયન ‘વ્હાઇટ મેડ ઓફ ઓનર’ બની હતી. કેમરોન ઓ’રેલીની પુત્રીઓ સ્વાશા અને તારા ‘બ્રાઇડ્સમેડ’ બની હતી, જ્યારે એડી અને એલિઝા પણ વેડિંગ પાર્ટીનો હિસ્સો બન્યા હતા. કેમરોનના પુત્રો ઇલિયટ અને ઓસ્કરે ‘બેસ્ટ મૅન’ની જવાબદારી સંભાળી હતી. બ્લૂઈ અને આર્થરે વેડિંગ પાર્ટીને પૂર્ણ કરી હતી.

813399096_18625058803041798_5798229194779587200_n

અંગત પરંતુ શાનદાર લગ્ન સમારોહ 

જેમિમા ગોલ્ડસ્મિથે લગ્ન માટે ઓસ્કર ડેલા રેન્ટાનું ટી-લેન્થ સ્ટ્રેપલેસ ગાઉન પસંદ કર્યું હતું. આ સફેદ ડ્રેસમાં હોરિઝોન્ટલ બેન્ડિંગ, શિયર ટ્યૂલ અને કમર પર ફ્લોરલ એપ્લિક હતું. તેણે સોફ્ટ વેવી હેરસ્ટાઇલ સાથે મોતીઓથી સજેલો લાંબો ઘૂંઘટ પહેર્યો હતો. લગ્ન પહેલાની ફિટિંગની તસવીરમાં તે પોતાની સ્ટાઇલિસ્ટ ટીમ સાથે આખરી તૈયારીઓમાં વ્યસ્ત નજરે પડી હતી. ચર્ચની ઔપચારિક વિધિ પછી રિસેપ્શનનું વાતાવરણ વધુ સહજ રહ્યું હતું. જેમિમા ગોલ્ડસ્મિથે સફેદ મિની ડ્રેસ પહેર્યો હતો, જેના ખભા પર પ્લીટેડ ડિઝાઇન હતી. સામે આવેલી તસવીરોમાં તે કેમરોન ઓ’રેલી સાથે હાથ પકડેલી નજરે પડી હતી. આ સમારોહમાં અંજીર અને બેરીઝથી સજાવવામાં આવેલી વેડિંગ કેક પણ ઉપસ્થિત હતી.

812782095_18625059121041798_6585538959914364811_n

સન 1995માં ઈમરાન સાથે કર્યા હતા લગ્ન 

જેમિમા ગોલ્ડસ્મિથે સન 1995માં 21 વર્ષની ઉંમરે ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પાકિસ્તાન રહેવા ગઈ હતી. લગ્નના લગભગ નવ વર્ષ બાદ વર્ષ 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ સંબંધથી તેમને બે પુત્રો પણ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *