ઓસ્ટ્રેલિયા A ટીમ સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન ભારતના પ્રવાસે આવશે.આ પ્રવાસમાં ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે 2 ચાર દિવસીય અને 3 વનડે મેચ રમાશે.સીરિઝ નજીક આવી રહી હોવાથી BCCIએ ભારત Aની ટીમની જાહેરાત કરી દીધી છે.આ ટીમમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા કેટલાક મોટા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે. ચાર દિવસીય મેચોમાં ભારત Aની આગેવાની દેવદત્ત પડિક્કલ કરશે, જ્યારે વનડે ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે.
22 સપ્ટેમ્બરથી શરૂ થશે સીરિઝ
ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે પ્રથમ ચાર દિવસીય મેચ 22થી 25 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. ત્યારબાદ બીજી મેચ 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રમાશે.ચાર દિવસીય મેચોમાં દેવદત્ત પડિક્કલ ટીમનું નેતૃત્વ કરશે અને સાઈ સુદર્શનને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે. પડિક્કલ હાલમાં સારા ફોર્મમાં છે અને તેમની પાસેથી ટીમને સારા પ્રદર્શનની આશા રહેશે.આ પછી 3 વનડે મેચ રમાશે. આ મેચ 50 ઓવરની હશે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય મેચનો દરજ્જો નહીં મળે. પ્રથમ વનડે 6 ઓક્ટોબરે, બીજી 9 ઓક્ટોબરે અને ત્રીજી તથા અંતિમ મેચ 11 ઓક્ટોબરે રમાશે. તમામ મેચ પુડુચેરીમાં યોજાશે.
હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સ્થાન મળ્યું
ભારતીય ટીમમાંથી લાંબા સમયથી બહાર રહેલા હાર્દિક પંડ્યાને પણ ભારત Aની વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે તેમના નામની સાથે ચિહ્ન આપવામાં આવ્યું છે, એટલે તેમનું રમવું ફિટનેસ પર નિર્ભર રહેશે.હાર્દિકને લાંબા સમયથી ઈજાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તેથી ઓસ્ટ્રેલિયા A સામેની શ્રેણી સુધીમાં તેઓ સંપૂર્ણ રીતે ફિટ થાય છે કે નહીં અને મેદાન પર વાપસી કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
ભારત Aની ચાર દિવસીય ટીમ
અમાન મોખાડે, આયુષ પાંડે, દેવદત્ત પડિક્કલ (કપ્તાન), સાઈ સુદર્શન (ઉપકપ્તાન), યશ રાઠોડ, શેખ રાશિદ, કુમાર કુશાગ્ર, શમ્સ મુલાની, તનુશ કોટિયન, તુષાર દેશપાંડે, અંશુલ કંબોજ, પ્રફુલ હિંગે, એન જગદીશન, નચિકેત ભુટે અને વી વૈશાખ.
ભારત Aની વનડે ટીમ
પ્રિયાંશ આર્ય, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ (ઉપકપ્તાન), રુતુરાજ ગાયકવાડ (કપ્તાન), રજત પાટીદાર, કુમાર કુશાગ્ર, નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન, નમન ધીર, હાર્દિક પંડ્યા*,પ્રભસિમરન સિંહ, ગુરજપનીત સિંહ અને યશ ઠાકુર.
આ પણ વાંચો – Virat Kohliના હાથમાં પ્રેમ, અને દીકરો અકાય ગાયબ! અનુષ્કા થઈ પરેશાન ? જુઓ Photos
