IND vs NZ: ભારત સામે 3 ફાસ્ટ બોલર સાથે ઉતરશે ન્યૂઝીલેન્ડ, આવી હોઈ શકે પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ 11

📅 Published: November 18, 2026 | 📂 Category: cricket

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 19 નવેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાશે. આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે પોતાની ટીમની પ્લેઇંગ ઇલેવન અંગે મોટા સંકેત આપ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ટેસ્ટમાં 3 સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર અને 1 બોલિંગ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરી શકે છે.વેલિંગ્ટનની પિચ અને હવામાનને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડે પોતાની બોલિંગ રણનીતિ તૈયાર કરી છે. ખાસ વાત એ છે કે ઝડપી બોલર જેકબ ડફીનું પ્રથમ ટેસ્ટ રમવું લગભગ નક્કી થઈ ગયું છે.

જેકબ ડફીનું રમવું નક્કી, આ બે બોલરને પણ તક મળી શકે

પ્રથમ ટેસ્ટ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટોમ લાથમે સ્પષ્ટ કર્યું હતું કે તેમની ટીમમાં 3 સ્પેશિયાલિસ્ટ ઝડપી બોલર હશે. આ ત્રણમાંથી એક તરીકે જેકબ ડફીનું નામ તેમણે પોતે જ જાહેર કર્યું છે.બાકીના બે ઝડપી બોલર તરીકે કાઇલ જેમિસન અને મેટ હેનરીને તક મળી શકે છે. જ્યારે બોલિંગ ઓલરાઉન્ડર તરીકે નાથન સ્મિથ ટીમનો ભાગ બની શકે છે.ન્યૂઝીલેન્ડની આ રણનીતિ ભારતીય બેટ્સમેનો માટે મોટો પડકાર બની શકે છે. ખાસ કરીને વેલિંગ્ટનની પરિસ્થિતિમાં ઝડપી બોલરોને મળતી મદદનો લાભ લેવાનો કીવી ટીમ પ્રયાસ કરશે.

આવો હોઈ શકે ન્યૂઝીલેન્ડનો બેટિંગ ઓર્ડર

ન્યૂઝીલેન્ડની બેટિંગની શરૂઆત કેપ્ટન ટોમ લાથમ અને ડેવોન કોનવે કરી શકે છે. બંને ખેલાડીઓ પાસે ટેસ્ટ ક્રિકેટનો સારો અનુભવ છે. ત્રીજા ક્રમે હેનરી નિકોલ્સને તક મળી શકે છે.મિડલ ઓર્ડરમાં ઈજામાંથી વાપસી કરી રહેલા રચિન રવીન્દ્ર અને ડેરિલ મિચેલ ટીમની જવાબદારી સંભાળી શકે છે. જ્યારે વિકેટકીપર બેટ્સમેન ટોમ બ્લંડેલ પણ પોતાની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે.આ ઉપરાંત ગ્લેન ફિલિપ્સને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. તે બેટિંગની સાથે બોલિંગમાં પણ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ટોમ લાથમ (કેપ્ટન),ડેવોન કોનવે,હેનરી નિકોલ્સ,રચિન રવીન્દ્ર,ડેરિલ મિચેલ,ટોમ બ્લંડેલ (વિકેટકીપર),ગ્લેન ફિલિપ્સ,નાથન સ્મિથ,કાઇલ જેમિસન,મેટ હેનરી,જેકબ ડફી

ભારત સામે મોટો પડકાર 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ ટેસ્ટ સિરીઝ બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. ન્યૂઝીલેન્ડ પોતાની મજબૂત ઝડપી બોલિંગના આધારે ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ભારતીય બેટ્સમેનો માટે કીવી બોલરોનો સામનો કરવો મોટો પડકાર બની શકે છે.હવે સૌની નજર 19 નવેમ્બરે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પર છે. જોવાનું રહેશે કે ટોમ લાથમની સંભવિત પ્લેઇંગ ઇલેવનમાંથી આખરે કોને મેદાનમાં ઉતરવાની તક મળે છે.

આ પણ વાંચઓ – MS Dhoni: ‘ફેન્સે મને ખોટો સાબિત કર્યો…’ IPLમાંથી નિવૃત્તિ બાદ ધોનીની પહેલી પોસ્ટ, ‘પલ દો પલ કા શાયર’ ગીતથી ચાહકો ભાવુક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *