IND vs NZ: હેગલે ઓવલમાં ટીમ ઈન્ડિયાનો શિકાર! ઘરઆંગણે ભારત સામે લાચાર સાબિત થઈ કીવી ટીમ

📅 Published: October 22, 2026 | 📂 Category: cricket

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ માત્ર રોમાંચક જ નહોતી, પરંતુ રેકોર્ડ્સની દૃષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહી છે. ટીમ ઈન્ડિયાએ 226 રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર કરીને T20I ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો સફળ રન ચેઝ કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ભવ્ય જીત સાથે ભારતે મેદાન પર અનેક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ભારતના T20I માં સૌથી મોટા સફળ રન ચેઝ

આ મેચ પહેલા ભારતનો સૌથી મોટો રન ચેઝ ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં (209 રન, 2023) હતો. પરંતુ હવે ક્રાઈસ્ટચર્ચમાં 226 રન બનાવીને ભારતે નવો રેકોર્ડ બનાવી દીધો છે. આ યાદીમાં 2019માં હૈદરાબાદ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે 209 રન અને 2009માં મોહાલી ખાતે શ્રીલંકા સામે 211 રનનો સફળ ચેઝ સામેલ છે. એટલું જ નહીં, T20I માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 2018માં ઓકલેન્ડ ખાતે 244 રન ચેઝ કર્યા હતા.

WhatsApp Image 2026-10-22 at 6.13.53 PM

પહેલા જ બોલ પર સિક્સ ફટકારવાનો અનોખો રેકોર્ડ

આ મેચમાં બેટિંગ દરમિયાન એક દુર્લભ રેકોર્ડ પણ જોવા મળ્યો. મેચમાં ડેરીલ મિચેલ, બેવોન જેકોપ્સ અને અભિષેક શર્મા – આ ત્રણેય બેટ્સમેનોએ મેદાન પર આવ્યા બાદ પોતાનો સામનો કરેલા પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. મેન્સ T20I ક્રિકેટના ઈતિહાસમાં આ એક જ મેચમાં પહેલા બોલ પર સિક્સ ફટકારવાની બાબતમાં સંયુક્ત રીતે સૌથી મોટો રેકોર્ડ છે. 

ઘરઆંગણે ભારત સામે લાચાર સાબિત થઈ કીવી ટીમ

ન્યૂઝીલેન્ડની ટીમ માટે ભારતીય ટીમ સામે ઘરઆંગણે રમવું હંમેશાં મુશ્કેલ સાબિત થયું છે. કીવી ટીમ પોતાના જ ઘરમાં ભારત સામેની છેલ્લી આઠ T20 મેચોમાંથી સાત મેચ હારી ચૂકી છે. આ સિરીઝમાં માત્ર એક જ અપવાદ 2022માં નેપિયર ખાતે હતો, જે મેચ DLS નિયમ હેઠળ ટાઈ રહી હતી. બાકીના તમામ મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને પરાજય આપીને પોતાનો દબદબો સાબિત કર્યો છે.

આ પણ વાંચો: IND vs NZ: ટીમ ઈન્ડિયાનો નવો હીરો બન્યો નમન ધીર, સાતમા ક્રમે બેટિંગ કરીને કરી દીધો મોટો કમાલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *