ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ રહી છે. વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ આ મેચ શ્રેણીના પરિણામ માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 356 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ત્યારબાદ ભારતે બેટિંગ શરૂ કરી છે.
IND vs NZ 2nd Test બીજો દિવસ
બીજા દિવસે ન્યુઝીલેન્ડે 246/5 ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ગ્લેન ફિલિપ્સ 36 રને અંશુલ કંબોજના બોલ પર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયા હતા, જ્યારે નાથન સ્મિથ 26 રને આકાશ દીપના બોલ પર કેચ એન્ડ બોલ્ડ થયા હતા. કાયલ જેમીસન અને મેટ હેનરી બંનેએ 19-19 રન કર્યા હતા અને બંનેને આકાશ દીપે પેવેલિયન ભેગા કર્યા હતા. ટોમ બ્લંડેલે 89 રન બનાવીને ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ સ્કોર નોંધાવ્યો હતો. ભારત તરફથી પ્રથમ ઇનિંગમાં આકાશ દીપે 99 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે અંશુલ કંબોજ અને ગુર્નુર બ્રારે 2-2 વિકેટ તથા વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી હતી.
ટેસ્ટ મેચના 2જા દિવસે ભારતની નબળી શરૂઆત
ન્યુઝીલેન્ડના 356 રનના સ્કોર સામે ભારતે પહેલી ઇનિંગમાં નબળી શરૂઆત કરી. ભારતની ઇનિંગની પહેલી જ ઓવરમાં મેટ હેનરીને સફળતા મળ અને યશસ્વી જયસ્વાલ (0) રન પર આઉટ કર્યો. ત્રીજા નંબર પર ઈનિંગમાં આવતા દેવદત્ત પડિકલે 20 બોલમાં ઝડપી 21 રન બનાવ્યા, પરંતુ કાયલ જેમિસનની બોલિંગમાં વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ થયો. ભારતીય કેપ્ટન શુભમન ગિલ પણ ખાસ કંઈ કરી શક્યો નહીં, તેણે ચાના સમય પહેલા 17 રન બનાવ્યા.
ન્યુઝીલેન્ડનો પહેલો દાવ: આકાશ દીપનો પંજો, બ્લંડેલની લડાયક ૮૯ રનની ઇનિંગ
મેચનો પ્રથમ દિવસ ઉતાર-ચઢાવ ભરેલો રહ્યો હતો. એક સમયે ન્યુઝીલેન્ડનો સ્કોર એક વિકેટે 110 રન હતો, પરંતુ તે જ સ્કોર પર કિવી ટીમે સતત વિકેટો ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ આવેલી બે મહત્વપૂર્ણ ભાગીદારીએ ન્યુઝીલેન્ડને ફરીથી મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. પ્રથમ દિવસે કેપ્ટન ટોમ લેથમે શાનદાર ૫૯ રન ફટકાર્યા હતા, જ્યારે વિકેટકીપર ટોમ બ્લંડેલે પણ અડધી સદી પૂરી કરી હતી અને ગ્લેન ફિલિપ્સ, ડેવોન કોનવે તથા ડેરિલ મિશેલે પણ ઉપયોગી બેટિંગ કરી હતી.
વિકેટનું પતન અને બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ન્યુઝીલેન્ડની ઇનિંગમાં વિકેટોનું પતન 1-77 (ડેવોન કોનવે, 25.6 ઓવર), 2-110 (ટોમ લેથમ, 41.3 ઓવર), 3-110 (હેનરી નિકોલ્સ, 42.1 ઓવર), 4-110 (રચિન રવિન્દ્ર, 43.6 ઓવર), 5-110 6-247 (ગ્લેન ફિલિપ્સ, 86.2 ઓવર), 7-291 (નાથન સ્મિથ, 110.1 ઓવર), 8-324 (કાઇલ જેમીસન, 106.5 ઓવર), 9-346 (ટોમ બ્લંડેલ, 115.4 ઓવર) અને 10-356 ના ક્રમે થયું હતું.
પ્લેઇંગ ઇલેવન
આ ટેસ્ટ માટે ન્યુઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કાયલ જેમીસન, મેટ હેનરી અને જેકબ ડફીનો સમાવેશ થાય છે. બીજી તરફ ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, અંશુલ કંબોજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને ગુર્નુર બ્રાર રમી રહ્યા છે.
ભારતની પ્રથમ ઇનિંગની શરૂઆત અને ટેસ્ટ રેકોર્ડનો ઇતિહાસ
પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. મેટ હેનરીએ ઇનિંગની પહેલી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલને શૂન્ય રને આઉટ કરીને ભારતને શરૂઆતી ઝટકો આપ્યો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલા દેવદત્ત પડિકલે 20 બોલમાં 21 રન ફટકારીને ઝડપી રમત બતાવી હતી, પરંતુ કાયલ જેમિસનની બોલિંગમાં વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે તે કેચ આઉટ થયો હતો. આંકડાઓની વાત કરીએ તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૬૬ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. આ મુકાબલાઓમાં ભારતીય ટીમે 22 ટેસ્ટ મેચ જીતી છે, ન્યુઝીલેન્ડે 16 મેચમાં વિજય મેળવ્યો છે, જ્યારે 28 ટેસ્ટ મેચ ડ્રો રહી છે.
આ પણ વાંચો : IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સ કાલે શું કરશે? 5:45એ થયેલી એક પોસ્ટે વધારી ચર્ચા !
