ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ માટે અનુકૂળ પિચ પર વેસ્ટ ઈન્ડિઝના બેટર્સે શાનદાર પ્રદર્શન કરતાં 20 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 247 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપે શાનદાર બેટિંગ કરી હતી. ઓપનિંગમાં ઉતરેલા હોપે અંત સુધી અણનમ રહીને 102 રનની સદી ફટકારી હતી. તેમના ઉપરાંત શેફેન રધરફોર્ડે અણનમ 49 રન અને શિમરોન હેટમાયરે 33 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ તરફથી બોલિંગમાં અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી. જોકે, વેસ્ટ ઈન્ડિઝના બેટર્સે આક્રમક બેટિંગ કરતાં ભારતીય બોલરો પર દબાણ બનાવી રાખ્યું હતું અને ટીમને 20 ઓવરમાં 247 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી.
ભારતની પ્લેઇંગ-11: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને મયંક યાદવ.
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઇંગ-11: શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, શમર સ્પ્રિંગર, ગુડાકેશ મોતી અને શમાર જોસેફ.
