IND vs WI Bengaluru Weather: બેંગલુરુમાં નિર્ણાયક મેચ પર મોટું સંકટ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

📅 Published: October 16, 2026 | 📂 Category: cricket

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી હવે તેના અંતિમ પડાવ પર છે. ચોથી T20 મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝે ભારતીય ટીમને 24 રને હરાવીને સિરીઝમાં 2-2ની રોમાંચક બરાબરી કરી લીધી છે. હવે શ્રેણીની વિજેતા ટીમનો ફેંસલો શનિવાર, 17 ઓક્ટોબરે બેંગલુરુના પ્રતિષ્ઠિત એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. પરંતુ આ હાઈ-વોલ્ટેજ મેચ શરૂ થાય તે પહેલાં ક્રિકેટ ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે આ મેચ પર વરસાદી પાણી ફરી વળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ભારત-વેસ્ટ ઇન્ડિઝની મેચ પર વરસાદનું સંકટ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચમી T20 મેચમાં વરસાદની શક્યતાએ ચાહકોની ચિંતા વધારી છે. હવામાનના અહેવાલો અનુસાર, 17 ઓક્ટોબરની સાંજે બેંગલુરુમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. જો વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થાય અથવા રમત વારંવાર અટકે, તો બંને ટીમોની મુશ્કેલી વધી શકે છે.આગાહી મુજબ, સાંજે 5 વાગ્યે વરસાદની શક્યતા 66 ટકા દર્શાવવામાં આવી હતી. ટોસના સમયગાળા દરમિયાન આ સંભાવના વધીને 68 ટકા થઈ શકે છે. મેચ શરૂ થવાના સમયે પણ વરસાદનું જોખમ યથાવત રહેવાની શક્યતા છે.રાત્રે 8થી 9 વાગ્યાની વચ્ચે વરસાદની સંભાવના લગભગ 70 ટકા સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જો આ આગાહી સાચી પડે, તો મેચની ઓવરો ઘટાડવાની અથવા વરસાદને કારણે રમત અટકાવવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. સતત વરસાદ ચાલુ રહે અને રમત શરૂ કરવા માટે પૂરતો સમય ન મળે, તો મેચ રદ થવાની શક્યતા પણ રહેશે.

ચિન્નાસ્વામીની ‘સુપર’ ડ્રેનેજ સિસ્ટમ પર આશા

વરસાદના જોખમ વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે એકમાત્ર આશાનું કિરણ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ છે. આ મેદાન પર વિશ્વસ્તરીય ‘સબ-એર સિસ્ટમ’લગાવવામાં આવી છે, જે ગમે તેવા ભારે વરસાદ બાદ પણ પાણીને મિનિટોમાં ખેંચી લે છે. વરસાદ સંપૂર્ણપણે બંધ થયાના માત્ર 15 થી 20 મિનિટની અંદર આઉટફિલ્ડને ફરીથી રમવા માટે તૈયાર કરી શકાય છે. જોકે, જો મેચ દરમિયાન સતત મુસળધાર વરસાદ ચાલુ રહેશે, તો આ સિસ્ટમ પણ લાચાર સાબિત થઈ શકે છે.

બેંગલુરુના મેદાન પર કોનું પલડું ભારે?

ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો આ મેદાન પર T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સામસામે ટકરાશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બંને ટીમોનો ભૂતકાળનો રેકોર્ડ આ મુજબ છે

• આ મેદાન પર કુલ 8 T20 મેચ રમી છે, જેમાંથી 4 મેચમાં જીત અને 3 મેચમાં હાર થઈ છે, જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી.

• વેસ્ટ ઇન્ડિઝ: વિન્ડીઝની ટીમે અહીં માત્ર 1 T20 મેચ રમી છે અને તેમાં તેમણે વિજય મેળવ્યો હતો.

આ નાનકડા મેદાનની બાઉન્ડ્રી ખૂબ ટૂંકી હોવાથી અહીં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થવો નક્કી છે, બસ કુદરત મહેરબાન રહે તે જરૂરી છે.

જો મેચ રદ થશે તો ટ્રોફી કોને મળશે?

શ્રેણી હાલમાં 2-2ની બરાબરી પર હોવાથી જો શનિવારની મેચ વરસાદના કારણે ધોવાઈ જશે અને એક પણ બોલ ફેંકી શકાશે નહીં, તો શ્રેણી ટાઈ ગણાશે.આવી સ્થિતિમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરીને ટ્રોફી વહેંચવી પડી શકે છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડ પર આ સિરીઝ જીતવા માટે આતુર છે, જ્યારે કેરેબિયન ટીમ પણ ઉલટફેર કરવા માટે સજ્જ છે.

આ પણ વાંચો – PM મોદીના વખાણ પર વૈભવ સૂર્યવંશીનું ક્યૂટ રિએક્શન વાયરલ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *