India News: ભાવનગર લઠ્ઠાકાંડમાં માનવ અધિકાર આયોગે મુખ્ય સચિવ અને DGPને નોટીસ મોકલી

📅 Published: August 25, 2026 | 📂 Category: India National

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગુજરાતના ભાવનગર જિલ્લામાં નકલી વિદેશી દારૂ પીવાથી 13 લોકોના મોત અને અન્ય 61 જેટલા લોકોને ગંભીર અસર પહોંચી અને કેટલાક હોસ્પિટલમાં દાખલ થવાના મીડિયા અહેવાલોને આધારે સુઓ મોટો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. અહેવાલો અનુસાર, આ દારૂમાં મિથેનોલની ઊંચી માત્રા ભેળવવામાં આવ્યો હતો અને તેને લોકપ્રિય બ્રાન્ડની બોટલોમાં વેચવામાં આવી રહ્યો હતો. આયોગે ગુજરાતના મુખ્ય સચિવ અને DGPને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં વિગતવાર અહેવાલ માંગ્યો છે.

માનવ અધિકાર આયોગે વિસ્તૃત અહેવાલ માંગ્યો

માનવ અધિકાર દ્વારા માંગવામાં આવેલા આ અહેવાલમાં મોતના તાજા આંકડા, હોસ્પિટલમાં સારવાર હેઠળના પીડિતોની સ્થિતિ, તપાસની વિગતો, સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓ સામે લેવાયેલા વિભાગીય પગલાં, રાહત-વળતર અને મિથેનોલ સપ્લાય ચેઈનની ઝડપથી તપાસ કરવાના પગલાં સામેલ હોવા જોઈએ. દારૂબંધીના કાયદાને મજબૂત બનાવવા માટેના લાંબા ગાળાના ઉપાયો પણ દર્શાવવામાં આવે તેવો આદેશ કર્યો છે.  

ભાવનગર લઠ્ઠાકાંડને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ

ભાવનગર લઠ્ઠાકાંડને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCએ 16 જેટલી ટીમોને તપાસમાં ઉતારી છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં લઠ્ઠાકાંડ મામલે 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. SMCની 16 ટીમોમાંથી 8 જેટલી ટીમો હાલ ભાવનગરમાં જ સક્રિય રહીને તપાસ કરી રહી છે. આ ટીમો લઠ્ઠાકાંડ સાથે સંકળાયેલા આરોપીઓ, દારૂના સપ્લાય નેટવર્ક, કાચા માલ અને અન્ય મહત્વના પાસાઓની તપાસ આગળ ધપાવી રહી છે. SMCની 3 જેટલી ટીમો ગુજરાતના અન્ય વિસ્તારોમાં તપાસ કરી રહી છે. જ્યારે 5થી વધુ ટીમોને રાજ્ય બહાર તપાસ માટે મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત કુલ 5 જેટલા રાજ્યોમાં તપાસનો વ્યાપ વિસ્તર્યો છે.

આ પણ વાંચોઃ Bhavnagar લઠ્ઠાકાંડમાં દિલ્હી સુધી SMCની 16 ટીમો તપાસમાં, 5થી વધુ ટીમોના વિવિધ રાજ્યોમાં દરોડા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *