India News : લોકોએ ઠગ્યા ને દારૂની લત લાગી, જાણો શું છે KBCમાં 5 કરોડ જીતનાર સુશિલ કુમારની અસલી કહાની?

📅 Published: August 21, 2026 | 📂 Category: India National

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો લોકપ્રિય રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ (KBC) દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. અનેક લોકોનું સપનું હોય છે કે આ શોમાં જઈને કરોડો રૂપિયા જીતીને પોતાની જિંદગી બદલી નાખે. શોમાંથી અત્યાર સુધી ઘણા લોકો કરોડપતિ બની ચૂક્યા છે. પરંતુ આજે એક એવા વિજેતાની વાર્તા સામે આવી છે જેમણે 5 કરોડ રૂપિયાની મોટી રકમ જીતી હોવા છતાં પાછળથી પાયમાલ થવાનો વારો આવ્યો હતો.

15 દિવસ વિવિધ કાર્યક્રમોમાં જવામાં વિતાવતા

આ કહાની છે બિહારના રહેવાસી સુશીલ કુમારની. વર્ષ 2011માં કેબીસી સીઝન 5માં 5 કરોડ રૂપિયા જીતનારા તેઓ પ્રથમ સ્પર્ધક બન્યા હતા.આ જંગી રકમ જીતીને તેઓ રાતોરાત દેશભરમાં જાણીતા થઈ ગયા હતા. પરંતુ સમયનો ખેલ એવો રહ્યો કે ખોટી આદતો અને નશાની લતે તેમની આખી જિંદગી બરબાદ કરી નાખી અને તેઓ સંપૂર્ણપણે કંગાળ થઈ ગયા. વર્ષ 2020માં સુશીલ કુમારે ફેસબુક પર પોતાની આપવીતી શેર કરતાં જણાવ્યું હતું કે, કેબીસી જીત્યા બાદ તેઓ લોકલ સેલિબ્રિટી બની ગયા હતા અને દર મહિને 10થી 15 દિવસ વિવિધ કાર્યક્રમોમાં જવામાં વિતાવતા હતા. 

તેમને દાન કરવાની આદત પડી ગઈ

આ દરમિયાન તેમને અંધાધૂંધ દાન કરવાની આદત પડી ગઈ હતી જેના લીધે દર મહિને 50 હજારથી વધુ રૂપિયા વપરાઈ જતા હતા. આ સમયગાળા દરમિયાન કેટલાક ચાલાક લોકોએ તેમની સાથે મોટી ઠગાઈ પણ કરી હતી. આ સિવાય તેમને શરાબ અને સિગરેટનો ભારે વ્યસન થઈ ગયું હતું. આ જ કારણોસર તેમની પત્ની સાથે પણ સતત ઝઘડા થતા હતા. એક દિવસ પત્ની સાથે બોલાચાલી થયા બાદ જ્યારે એક પત્રકારનો ફોન આવ્યો ત્યારે ગુસ્સામાં આવીને સુશીલે કહી દીધું હતું કે તેમના બધા જ પૈસા ખતમ થઈ ગયા છે અને તેઓ બે ગાયોનું દૂધ વેચીને ગુજારા કરી રહ્યા છે. આ સમાચાર વાયરલ થતાં જ તેમની આસપાસ રહેતા સ્વાર્થી લોકો દૂર થઈ ગયા જેનાથી તેમને પોતાની ભૂલો સમજીને જિંદગીમાં આગળ શું કરવું તે વિચારવાનો સમય મળ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *