INDIA Protest: રાહુલ ગાંધી બે મોંઢાના… INDIA બ્લોકની માર્ચ વચ્ચે DMKએ રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન

📅 Published: October 6, 2026 | 📂 Category: India National

દિલ્હીમાં ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન, ડીએમકે (DMK)ના પ્રવક્તા સરવણન અન્નાદુરાઈએ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

CM વિજયને સવાલ કરતા ડરે છે રાહુલ ગાંધી ? -DMK 

જ્યારે ‘ઈન્ડિયા’ ગઠબંધનના નેતાઓ દિલ્હીમાં ચૂંટણી પંચ સામે વિરોધ કરી રહ્યા છે, ત્યારે ડીએમકે અને આમ આદમી પાર્ટી (AAP) આ પ્રદર્શનમાં જોડાયા નથી. ડીએમકેના પ્રવક્તા સરવણન અન્નાદુરાઈએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને સવાલ કર્યા, ખાસ કરીને તમિલનાડુમાં SIR (એસઆઈઆર) દ્વારા મતદારોના નામ દૂર કરવાના મુદ્દે. તેમણે રાહુલ ગાંધી પર દંભ એટલે કે બે મોઢા વાળા હોવાનો આરોપ મૂક્યો અને પૂછ્યું કે શું તેઓ મુખ્યમંત્રી વિજયને સવાલ કરતા ડરે છે.

<a href="

=” target=”_blank”>

=

સરવણન અન્નાદુરાઈએ તમિલનાડુમાં SIR દ્વારા નામ દૂર કરવાના મુદ્દે રાહુલ ગાંધીનું વલણ જાણવા માંગ્યું. તેમણે સવાલ કર્યો કે શું રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનું સમર્થન કરે છે કે નહીં. ખડગેએ SIRના અમલીકરણ બાદ ચૂંટાયેલી તમામ રાજ્ય સરકારોને બરખાસ્ત કરવાની વાત કરી હતી.ડીએમકેના પ્રવક્તાએ એવો પણ સવાલ કર્યો કે શું રાહુલ ગાંધી તમિલનાડુમાં SIRના મુદ્દે મુખ્યમંત્રી વિજયને સવાલ કરતા ડરે છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા અન્નાદુરાઈએ તેમને દંભી ગણાવ્યા.

આમ આદમી પાર્ટી અને ડીએમકે વિરોધ પ્રદર્શનથી રહ્યા દૂર 

ઉલ્લેખનીય છે કે મંગળવારે ‘ઈન્ડિયા’ ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે; જોકે, આમ આદમી પાર્ટી અને ડીએમકે તેમાં સામેલ થયા નથી. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તે પોતાની લડાઈ લડી રહી છે, જ્યારે ડીએમકેએ આ વિરોધ પ્રદર્શનથી સ્પષ્ટપણે અંતર જાળવી રાખ્યું છે. મહત્વની વાત એ છે કે ડીએમકે 30 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાયેલી ‘ઈન્ડિયા’ ગઠબંધનની બેઠકમાં પણ હાજર રહી ન હતી. તે બેઠકમાં વિપક્ષના 19 પક્ષોએ ભાગ લીધો હતો, પરંતુ આમ આદમી પાર્ટી અને ડીએમકે બંને તેમાંથી દૂર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *