IPL 2027 અંગે મોટો ખુલાસો, આ વર્ષે ભારતમાં જ યોજાશે હરાજી, ઈમ્પેક્ટ પ્લેયર મુદ્દે…

📅 Published: September 16, 2026 | 📂 Category: cricket

વર્લ્ડ ક્રિસેટની સૌથી લોકપ્રિય અને મોટી ફ્રેન્ચાઇઝી આધારિત T20 લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન 2027 ને લઈને ચાહકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BCCI દ્વારા આ સિઝનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ દરમિયાન IPL 2027 ના મિની પ્લેયર ઓક્શન (ખેલાડીઓની હરાજી)ના આયોજનને લઈને એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉની કેટલીક સિઝનથી પ્લેયર ઓક્શન વિદેશમાં યોજાતા હતા, પરંતુ આ વખતે BCCI એ તેને દેશમાં જ યોજવાનો નિર્ધાર કર્યો છે.

ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

ક્રિકબઝના અહેવાલ મુજબ, 15 સપ્ટેમ્બરના રોજ મળેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ અંગે મોટો ખુલાસો થયો છે. વર્ષ 2023 માં કોચ્ચીમાં યોજાયેલા ઓક્શન બાદ હવે વર્ષ 2027 માટેનું ઓક્શન ફરીથી ભારતીય ધરતી પર યોજાશે.

છેલ્લા કેટલાક વર્ષોથી દુબઈ, જેદ્દાહ અને અબુધાબી જેવા વિદેશી સ્થળોએ આ ઇવેન્ટ યોજાતી હતી. જોકે, આ એક ‘મિની-ઓક્શન’ હોવાથી તેને ભારતમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિની ઓક્શન બાદ આગામી વર્ષે થનારું મેગા ઓક્શન ફરીથી વિદેશમાં યોજાઈ શકે છે.

ફ્રેન્ચાઇઝીઓની રજૂઆતને મળી રાહત

ખાસ કરીને ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પોતાના ડેલિગેશનને વિદેશ લઈ જવામાં આવતી લોજિસ્ટિકલ અને ઓપરેશનલ મુશ્કેલીઓ તેમજ વ્યવસ્થાકીય પડકારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ જ કારણોસર ફ્રેન્ચાઇઝીઓને ભરોસો આપવા માટે મિની ઓક્શન ભારતમા જ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

‘ઇમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર આગામી બેઠકમાં નિર્ણય

ઓક્શનના આયોજન ઉપરાંત આગામી સિઝનમાં ‘ઇમ્પેક્ટ પ્લેયર’ નો નિયમ ચાલુ રહેશે કે કેમ, તેને લઈને પણ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ હતી. જોકે, આ નિયમ પર હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. BCCI દ્વારા તમામ ફ્રેન્ચાઇઝીઓ પાસેથી આ નિયમ અંગે અભિપ્રાય માંગવામાં આવ્યા હતા, જે તેમણે જમા કરાવી દીધા છે. હવે ગવર્નિંગ કાઉન્સિલની આગામી બેઠકમાં આ નિયમ પર આખરી મહોર લાગવાની સંભાવના છે.

આ પણ વાંચો: શું IPL 2027માં રમશે એમએસ ધોની?, CSK ડ્રેસિંગ રૂમની અંદરની વાત આવી સામે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *