IRCTC: ટ્રેનમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો? IRCTCએ 14 અનધિકૃત પ્લેટફોર્મ સામે શરૂ કરી કાર્યવાહી

📅 Published: November 7, 2026 | 📂 Category: Business

જો તમે પણ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઓનલાઈન ભોજન ઓર્ડર કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. ભોજનને લઈને મળતી ફરિયાદો બાદ IRCTCએ મોટી કાર્યવાહી કરી છે. IRCTCએ રેલવેમાં અનધિકૃત ઈ-કેટરિંગ વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ભોજનની ગુણવત્તા સાથે ચેડાં કરતી આવી વેબસાઇટ્સ અને એપ્સ સામે સંસ્થાએ વિશેષ અભિયાન હાથ ધર્યું છે.

IRCTCનું મોટું અભિયાન

મુસાફરોના સ્વાસ્થ્ય, ભોજનની ગુણવત્તા અને ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને IRCTCએ મોટી કાર્યવાહી કરી છે. સંસ્થાએ 14 અનધિકૃત પ્લેટફોર્મની યાદી જાહેર કરી છે. મુસાફરોને આ પ્લેટફોર્મ મારફતે ટ્રેનમાં ભોજન ઓર્ડર કરવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે. આ ઈ-પ્લેટફોર્મ પર મળતા ભોજનની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે.

IRCTCની યાદીમાં કઈ વેબસાઇટ્સનાં નામ છે?

IRCTCએ પ્રતિબંધિત યાદીમાં સામેલ કરેલી વેબસાઇટ્સ અને પ્લેટફોર્મનાં નામ નીચે મુજબ છે. હવે પછી ટ્રેનમાં ભોજન ઓર્ડર કરતી વખતે આ પ્લેટફોર્મથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

– RailRestro

– RailMitra

– TravelKhana

– TrainsCafe

– DibRail

– ailFood

– ravelerFood

– FoodOnTrack

– eCatering App

– KhanaOnline

– Trainway

– RailMeal

– TrainMenu

FSSAI લાઇસન્સ વગરનાં આઉટલેટ્સનો ખતરો

IRCTCના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ પરથી ભોજન મંગાવવાથી FSSAI લાઇસન્સ વગરના આઉટલેટ્સમાંથી ખોરાક મળવાનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં માત્ર ભોજનની ગુણવત્તા જ નહીં, પરંતુ મુસાફરોની વ્યક્તિગત માહિતી પણ જોખમમાં મુકાઈ શકે છે.

અનધિકૃત પ્લેટફોર્મ પર PNR નંબર, મોબાઇલ નંબર, ઈમેલ અને પેમેન્ટની વિગતો શેર કરવાથી ડેટાની ચોરી થવાની આશંકા રહે છે. આવા પ્લેટફોર્મ પરથી ભોજન મંગાવવાથી નાણાકીય છેતરપિંડીનો ભોગ બનવાનું જોખમ પણ વધી શકે છે.

ફરિયાદો બાદ કરવામાં આવી કાર્યવાહી

IRCTCને આ પ્લેટફોર્મ સામે અનેક વખત ફરિયાદો મળી હતી. કેટલીક ફરિયાદોમાં ભોજનની ડિલિવરી ન થવી, ઓર્ડર રદ થવો અને પૈસા પરત ન મળવા જેવી સમસ્યાઓ સામે આવી હતી.

આ ફરિયાદો બાદ IRCTCએ માત્ર ચેતવણી આપવા પૂરતી કાર્યવાહી મર્યાદિત રાખી નથી, પરંતુ નિયમોનો ભંગ કરનારા પ્લેટફોર્મ સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે.

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ક્યાંથી ભોજન ઓર્ડર કરવું?

IRCTCએ મુસાફરોને માત્ર તેની સત્તાવાર વેબસાઇટ, ‘Food on Track’ એપ અને અધિકૃત ભાગીદારો મારફતે જ ભોજન ઓર્ડર કરવાની સલાહ આપી છે. ફોન દ્વારા ભોજન મંગાવવા માટે IRCTCની હેલ્પલાઇન નંબર 1323નો પણ ઉપયોગ કરી શકાય છે.

ટ્રેનમાં અથવા રેલવે પરિસરમાં ગેરકાયદેસર રીતે ભોજનની ડિલિવરી થતી જોવા મળે તો RPFની હેલ્પલાઇન નંબર 182 પર ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી છે.

IRCTCના જણાવ્યા અનુસાર, આ પ્રકારના અનધિકૃત વ્યવસાયને કારણે કરચોરી થઈ શકે છે અને સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચે છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *