વાઘોડિયા : વાઘોડિયાની ITM ગ્રૂપ ઓફ્ ઇન્સ્ટિટયુશન્સ સંચાલિત ITM વોકેશનલ યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ શનિવારે યોજાયો હતો. જેમાં MBA,BBA,BCA,B.Tech,CSE/મિકેનિકલ/સિવિલ/મેકાટ્રોનિકસ/કેમિકલમાં, ડિપ્લોમા,Bsc. માઇક્રોબાયોલોજી, બી.ઓપ્ટોમેટ્રી તથા ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી અને મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં Bsc. અને Msc જેવીવિવિધ શાખાના આશરે 550 સ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બરોડા મેનેજમેન્ટ એસો.ના પ્રમુખ ડૉ. મંગલા ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે આઇટીએમ સ્કિલ્સ યુનિવર્સિટી, મુંબઈના કુલપતિ ડૉ. જયવંત શેલાર, ગુલશન કુમાર, કુલસચિવ સૌરવ ચેટર્જી યુનિવર્સિટીના પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં દરેક ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરાયા હતા. વળી, યુનિ.ના એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ (ઈડીસી) અંતર્ગત 6 નવીન અને આશાસ્પદ બિઝનેસ આઇડિયાને પુરસ્કૃત કરાયા હતા.
