આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને તિરંગો લહેરાવી વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ, વૈદ્યો, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ITRA એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત દેશની પ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા છે. આ સંસ્થામાં રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન, ITRA મ્યુઝિક ક્લબના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, એક સિક્યોરિટી જવાને પણ દેશભક્તિ ગીત પ્રસ્તુત કર્યું હતું.
ITRA ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ ધ્વજવંદન કર્યું:રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
