Jamnagar News: ડાયરામાં ડોલર, પાઉન્ડ અને સોના-ચાંદીની નોટોનો વરસાદ, Viral Video

📅 Published: September 23, 2026 | 📂 Category: Videos

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં યોજાયેલા લોકમેળા દરમિયાન આસ્થા અને ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. કાલાવડના જુના રણુજા ખાતે આવેલી હીરાભગતની જગ્યા સમગ્ર ભરવાડ સમાજ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. જ્યાં લોકમેળા નિમિત્તે વિશાળ સંખ્યામાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યાં ભજનોની રમઝટ વચ્ચે ભક્તોએ મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરીને અનોખી આરતી કરી હતી.

લોકડાયરામાં લોકગાયકો પર ડોલર અને પાઉન્ડનો વરસાદ

જુના રણુજા સ્થિત હીરાભગતની જગ્યા ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં લોકગાયક ગોપાલ ભરવાડ અને કિશન ભરવાડના સૂરના તાલે શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. ભરવાડ સમાજના સાગરભાઈ ઝાપડા, હરેશ ઝાપડા તેમજ રામાધણી ગ્રુપના સભ્યો દ્વારા કલાકારો પર ચલણી નોટોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન રૂ. 500 ની ચલણી નોટોની સાથેસાથે વિદેશી ચલણ જેવા કે યુએસ ડોલર, બ્રિટિશ પાઉન્ડ અને સોના-ચાંદી જેવી પ્રતિકાત્મક નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

Jamnagar News: Dollars, Pounds, and Currency Rain at Lok Dayaro Kalawad Fair

ભરવાડ સમાજની આસ્થાનું પ્રતિક છે હીરાભગતની જગ્યા

કાલાવડના જુના રણુજાની આ પવિત્ર જગ્યા પર યોજાતા મેળાઓ અને ધાર્મિક ઉત્સવોમાં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ હાજરી આપવા આવે છે. લોકડાયરા દરમિયાન ભક્તિભાવ સાથે કલાકારો પર નોટોનો વરસાદ કરવાની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ભજનોની સુરાવલીઓ અને અદભૂત નજારા વચ્ચે લાખો ભક્તોએ આ પવિત્ર મહોત્સવનો ભરપૂર આનંદ માણ્યો હતો.

Jamnagar News: Dollars, Pounds, and Currency Rain at Lok Dayaro Kalawad Fair

<a href="

==” target=”_blank”>

==

આ પણ વાંચો: Jamangar :સિક્કા પાલિકાના નિવૃત્ત ટેકસ ઓફિસર અને ક્લાર્ક સામે લાંચનો ગુનો નોંધાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *