Janmashtami 2026: જન્માષ્ટમીએ ચંદ્ર ક્યારે દેખાશે? જાણો અમદાવાદ સહિત મોટા શહેરોના ચંદ્રોદયનો સમય

📅 Published: September 4, 2026 | 📂 Category: Bhakti

ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીનું વ્રત કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને ભગવાન કૃષ્ણની કૃપાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણા શ્રદ્ધાળુઓ આ દિવસે ભગવાન કૃષ્ણની સાથે ચંદ્રદેવની પણ પૂજા કરે છે અને ચંદ્રોદય બાદ અર્ઘ્ય આપીને વ્રત ખોલે છે.

જો તમે પણ જન્માષ્ટમીનું વ્રત રાખ્યું છે અને ચંદ્ર ક્યારે દેખાશે તે જાણવા માંગો છો, તો અહીં જાણો દેશના અલગ-અલગ શહેરોમાં ચંદ્રોદયનો સમય.

 જન્માષ્ટમી 2026 પર ચંદ્રોદયનો સમય

જન્માષ્ટમીના દિવસે અલગ-અલગ શહેરોમાં ચંદ્રોદયના સમયમાં થોડો તફાવત જોવા મળશે.

નવી દિલ્હી-રાત્રે 11:29 વાગ્યે

મથુરા-વૃંદાવન- રાત્રે 11:30 વાગ્યે

નોઈડા- રાત્રે 11:28 વાગ્યે

ચેન્નાઈ- રાત્રે 11:56 વાગ્યે

જયપુર-રાત્રે 11:40 વાગ્યે

પુણે-5 સપ્ટેમ્બરે રાત્રે 12:10 વાગ્યે

હૈદરાબાદ-રાત્રે 11:53 વાગ્યે

ગુરુગ્રામ-રાત્રે 11:30 વાગ્યે

ચંડીગઢ-રાત્રે 11:24 વાગ્યે

કોલકાતા-રાત્રે 11:59 વાગ્યે

મુંબઈ-5 સપ્ટેમ્બરે રાત્રે 12:12 વાગ્યે

બેંગલુરુ-5 સપ્ટેમ્બરે રાત્રે 12:07 વાગ્યે

અમદાવાદ-5 સપ્ટેમ્બરે રાત્રે 12:04 વાગ્યે

એટલે કે અમદાવાદમાં જન્માષ્ટમીના દિવસે ચંદ્રોદય મધરાત બાદ 12:04 વાગ્યે થશે.

જમ્મુ-રાત્રે 11:26 વાગ્યે

ચંદ્રદેવને અર્ઘ્ય કેવી રીતે આપવો?

ચંદ્રોદય થયા બાદ ચંદ્રદેવને અર્ઘ્ય આપવાની પરંપરા છે. આ માટે ચાંદી અથવા તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરો. તેમાં થોડું કાચું દૂધ, રોલી, અક્ષત અને સફેદ ફૂલ ઉમેરી શકો છો.

ત્યારબાદ ચંદ્રદેવના દર્શન કરીને તેમની તરફ મુખ રાખીને ઊભા રહો અને શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરો. અર્ઘ્ય આપતી વખતે ‘ૐ સોમાય નમઃ’ મંત્રનો જાપ કરી શકાય છે.

ચંદ્રપૂજા કર્યા પછી શું કરવું?

ચંદ્રને અર્ઘ્ય આપ્યા બાદ રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને પોતાનું વ્રત ખોલી શકે છે.

શું જન્માષ્ટમી પર ચંદ્રપૂજા કરવી જરૂરી છે?

ના. જન્માષ્ટમીના દિવસે ચંદ્રદેવની પૂજા કરવી ફરજિયાત નથી. તે સંપૂર્ણપણે ભક્તોની શ્રદ્ધા અને પરંપરા પર આધારિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે મુખ્યત્વે ભગવાન શ્રીકૃષ્ણ એટલે કે બાલ ગોપાલની પૂજા કરવામાં આવે છે. જો કોઈ ભક્ત ચંદ્રદેવને અર્ઘ્ય આપવા માંગે તો શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરી શકે છે.

આ પણ વાંચો: Janmashtami 2026: જન્માષ્ટમીના બીજા દિવસે બનશે મહાલક્ષ્મી રાજયોગ, આ રાશિઓને ધનલાભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *