Janmashtami 2026: સંદેશ ડિજીટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો…

📅 Published: September 3, 2026 | 📂 Category: Bhakti

Janmashtami 2026: ભારત દેશ વિવિધ તહેવારો અને ઉત્સવો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની રાત્રે 12 કલાકે મથુરાની જેલમાં થયો હતો. શ્રી ક્રિષ્ણ એટલે આપણા સૌનો વહાલો કાનુડો વાસુદેવ અને દેવકીનું આઠમુ સંતાન છે. આવતીકાલે જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશ અને વિશ્વમાં કરવામાં આવશે. જેનો ઉત્સાહ અને ઉમંગ આજથી જ જોવા મળી રહ્યો છે. આવામાં ભક્તો પોતાના સંતાનોને શ્રી કૃષ્ણ જેવા વાઘા પહેરાવીને કાનો બનાવતા હોય છે. 

સોશિયલ મીડિયાના જમાનામાં પોતાના કાનાના ફોટો અને વીડિયો લોકોને બતાવવા વિવિધ પ્લેટ ફોર્મ્સ પર શેર કરતા હોય છે. આવામાં સંદેશ ડિજીટલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં અમે તમારા કાનુડાનો ફોટો વીડિયો અમારા પ્લેટફોર્મ પર દર્શાવીશું.

તો રાહ શેની જુઓ છો, ફોન ઉઠાવો અને તમારા કાનુડાનો ફોટો વીડિયો અમને અમારા વ્હોટ્સએપ નંબર પર મોકલી આપો. તમારા કાનુડાનો ફોટો સંદેશ ડિજીટલ પર પ્રકાશિત થશે. જ્યારે તમારા કાનુડાનો વીડિયો જોવા માટે તમારે સંદેશ ડિજીટલના સોશિયલ મીડિયાની મુલાકાત લેવી પડશે. 

<a href="

==” target=”_blank”>

==

આ જન્માષ્ટમીના પાવન પર્વે શું તમારા ઘરે પણ કનૈયો કે નાનકડી રાધા મુરલી અને મોરપીંછ સજાવીને મટકી ફોડવા તૈયાર છે?” તો તમારા આ ક્યૂટ ભૂલકાઓની સુંદર તસવીરો નામ અને સ્થળ સાથે મસ્તીભર્યા વીડિયો માત્ર તમારા ફોન પૂરતા સીમિત ન રાખો! સંદેશ ડિજિટલ તમારા લાડકવાયા બાળકોને બનાવશે આ જન્માષ્ટમીના સુપરસ્ટાર.

જન્માષ્ટમીના આખા દિવસ દરમિયાન સંદેશ ડિજીટલની વેબસાઇટ sandesh.com અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે તમારા બાલગોપાળ.

“બસ, તમારા બાળકના ફોટો કે વીડિયો, તમારા કાનુડાનું પુરૂ નામ અને શહેરનું નામ અમને મોકલી આપો અમારા WhatsApp નંબર 9316724216 પર અને હા, એક નાની વાત ખાસ યાદ રાખજો—વીડિયોની લંબાઈ 25 સેકન્ડથી વધારે ન હોવી જોઈએ.” “તો મોડું શેનું? શણગારો તમારા વહાલા કાનુડાને અને મોકલી આપજો સંદેશ ડિજીટલને!

તમારા કાનુડાના ફોટો અહીં જોવા મળશે…. રાત્રે 12 કલાકથી….


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *